ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: સલામ : ડીસામાં શ્વાસનળીની બીમારીથી કણસતા નવજાત બાળકને 40 મિનિટમાં 60 કિમી દૂર હોસ્પિટલમાં પહોંચાડ્યું

Text To Speech

પાલનપુર: ડીસામાં શ્વાસનળીની બીમારીથી પીડાઈ રહેલા અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલા નવજાત બાળકને 108 એમ્બ્યુલન્સની ટીમે 40 મિનિટમાં ડીસાથી ધારપુર હોસ્પિટલમાં ખસેડી તેને સમયસર સારવાર અપાવી જીવ બચાવતા બાળકના પરિવારજનોએ 108ની ટીમનો અંતઃકરણથી આભાર માન્યો હતો.

તાત્કાલિક સારવાર મળતાં બાળક બચી ગયુ

શિહોરીની સરકારી હોસ્પિટલમાં તાજુ જન્મેલા બાળકને શ્વાસ લેવાની તકલીફ હોવાથી ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યું હતું. જ્યાં સારવાર દરમ્યાન આ બાળકને ઇસોફેગલ ફીબ્યુલા (શ્વાસ નળી અને અન્નનળી નુ જોડાણ થી થતી તકલીફ ) હોવાથી આ બાળકની હાલત વધુ નાજુક જણાતા તાત્કાલિક સારવાર માટે આગળ મોકલવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી. જેથી આ બાબત જાણ કરતા જ 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ તાત્કાલિક હોસ્પિટલમાં આવી પહોંચી હતી.

બીમારી-humdekhengenews

આ બાળકને શ્વાસ લેવામાં તકલીફ વધારે હોવાથી વેન્ટિલેટર પર રાખી ડોકટર અને 108માં ફરજ બજાવતા EMT પ્રવિણ વણોલ અને જગદીશ પરમાર પાટણની ધારપુર હોસ્પિટલ ખાતે જવા રવાના થયા હતા. તે દરમિયાન રસ્તામાં બાળક બેભાન થઈ જતા તેના પરિવારજનો ચિંતામાં આવી ગયાં અને બાળકનો જીવ બચાવવાની આજીજી કરવા લાગ્યા હતા. જો કે EMT પ્રવિણ દ્વાર દર્દીને સમજવામાં આવ્યા કે ચિંતા ના કરો બધું સારું થશે, ભગવાન પર ભરોસો રાખવાનું કહી અમદાવાદ 108 ઓફિસમાં Dr. જયના માર્ગદર્શન હેઠળ જરુરી ઇન્જેક્શન અને દવાઓ આપવામાં આવી તેમજ 108ના પાઇલોટ જગદીશ પરમારે ગણતરીના સમયમાં 40થી 45 મિનિટની અંદર જ આ દર્દીને ડીસાથી પાટણ ધારપુર હોસ્પિટલમાં પહોંચાડી દઇ સમયસર બાળકને સારવાર મળી જતા તેનો જીવ બચાવી લીધો હતો. સારવાર બાદ બાળકની તબિયત સુધરી જતા બાળકના સગા સબંધીઓએ 108ની સેવાનો ખૂબખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.

બીમારી-humdekhengenews

આ અંગે 108 ટીમને પૂછતા જણાવ્યું હતું કે, અમે લોકોની સેવા માટે જ છીએ, કોઇપણ કન્ડીશન હોય અમે તમામ પરિસ્થિતિમાં તાત્કાલિક સારવાર માટે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે અમારા પૂરતા પ્રયાસો કરીએ છીએ. આજે પણ ડીસાથી ધારપુર હોસ્પિટલ અંદાજિત 60 કિમી જેટલી દૂર છે. તેમ છતાં અમે જીવના જોખમે પણ આ બાળકને 40થી 45 મિનિટમાં હોસ્પિટલમાં પહોંચાડી તેની જિંદગી બચાવી લીધી હતી.

Back to top button