બનાસકાંઠા: ડીસામાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ સમાજને વ્યસન મુક્ત કરવા હાકલ કરી
પાલનપુર: સ્વામીનારાયણ સંપ્રદાયના પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી સમગ્ર ગુજરાતમાં ચાતુર્માસમાં સંતો ઘરે ઘરે પધરામણી કરી રહ્યા છે. તેમજ અલગ અલગ સ્થળોએ પારાયણનું આયોજન કરી પૂજ્ય સંતો ઘરે ઘરે જઈ વ્યસન મુક્તિ જાગૃતિના પ્રયાસો પણ કરી સૌને સારા માર્ગે દોરવાનું કાર્ય કરી રહ્યા છે.
સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં સત્સંગ ચાલતા હોય ત્યાં ઘરે ઘરે પરિવારિક શાંતિ રહે છે. હિન્દુ ધર્મના ગ્રંથો ભાગવત ગીતા, ઉપનિષદ રામાયણ, સ્વામીની વાતો જેવા ગ્રંથોનું વાંચન કરવા સાથે હિન્દુ ધર્મને ઉજાગર કરવાની પ્રેરણા સંતો ઘરે ઘરે વિચરણ કરીને આપી રહ્યા છે. આજે ડીસા શહેરના જયશ્રી પાર્કમાં મહેન્દ્રભાઈ શ્રીમાળીના ઘરે પૂજ્ય ઉત્તમપ્રિય સ્વામીએ ઢોલ નગારા સાથે પગલા કર્યા હતા. તેમની સાથે તેમના સેવક નારાયણ સેવક સહિત અન્ય સંતો પણ હાજર રહ્યા હતા.
આ સંતોની ઉપસ્થિતિમાં વ્યસન મુક્તિ કાર્યક્રમ પણ યોજી હિન્દુ ધર્મમાં સંપની ભાવના વધે તેવા આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમમાં રાત્રિકથાનું પણ આયોજન કરાયું હતું. સોસાયટીના લોકોએ પણ કથા શ્રવણનો લ્હાવો લીધો હતો. છેલ્લા 5 પાંચ દિવસથી ડીસા શહેરમાં અલગ અલગ જગ્યાએ યોજાતી કથાઓમાં લોકોએ લાભ લીધો હતો. આ કથામાં ધર્મલાભ લેવા પૂજ્ય ઉત્તમપ્રિય સ્વામી મહારાજે અનુરોધ કર્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં ડ્રોમાં ભરેલા રૂપિયા પરત ન આપતા કોર્ટે 6 માસની કેદની સજા ફટકારી