ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : ડીસામાં વોલીબોલ ટુર્નામેન્ટમાં સાંઈબાબા ટીમ નો વિજય


બનાસકાંઠા 27 જૂન 2024 : ડીસામાં સાંઇબાબા સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તાજેતરમાં ભાઇઓની (અંડર-19) વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન સાંઇબાબા કમિટી અને ક્રીડા ભારતી દ્વારા કરાયું હતું. જેમાં ડીસાની 7 ટીમોએ ભાગ લીધો હતો. સાંઇબાબા અને એન્જલ્સ ટીમ વચ્ચે ફાઇનલ રમાઇ હતી. જેમાં સાંઇબાબા ટીમનો વિજય થયો હતો અને એન્જલ્સ ટીમ રનર્સ અપ બની હતી. બંને ટીમોને કપ અને મેડલ આપી પ્રોત્સાહીત કર્યાં હતા.
આ ટુર્નામેન્ટનું સુંદર આયોજન સાંઇબાબા કમિટી સભ્યો સતિષભાઇ, જગદીશભાઇ, નીરવભાઇ, સુભાષભાઇ અને આકાશભાઇની ટીમ દ્વારા કરાયું હતું અને રેફરીની સેવા સંદીપભાઇ દવે ,જીતુભાઇ ગેલોત, રમેશભાઇ ઠાકોર અને કિરણભાઇ દેસાઇ દ્વારા સંભાળવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસામાં સામાજિક સંસ્થાઓ દ્વારા વ્યસન મુક્તિ જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો