ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાની અંજલી કોર્પોરેશનના માલિક સાથે રૂ.90.69 લાખની છેતરપિંડી

Text To Speech
  • ગોડાઉનમાંથી રૂ.90.69 લાખનું તેલ મહેતાજીએ બારોબાર વેચી માર્યું
  • મહેતાજી સહિત ચાર સામે ફરીયાદ

પાલનપુર, 28 જાન્યુઆરી: ડીસામાં પેઢીના મહેતાજી અને તેના પિતા સહિત ત્રણ શખસોએ સાથે મળી ગોડાઉનમાંથી રૂ.90.69 લાખ રૂપિયાનો તેલનો જથ્થો બારોબાર વેચી દઈ છેતરપિંડી આચરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં પોલીસે મહેતાજીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે માલિક સાથે કરી છેતરપિંડી?

ડીસામાં રહેતા કલ્પેશ મોદી 18 વર્ષથી અંજલી કોર્પોરેશન નામની પેઢી ચલાવી બ્રાન્ડેડ કંપનીઓનાં તેલનો હોલસેલનો વેપાર કરે છે. તેઓનો માલ ધાનેરા સહિત રાજસ્થાનમાં પણ વેચાય છે. જેમાં તેઓના ગોડાઉનમાં તેલ ઓર્ડર તેમજ હિસાબ કિતાબ, લે વેચ મુજબના જથ્થાની દેખરેખ અને હિસાબ છેલ્લા આઠ વર્ષથી દર્શન જયેશ પોપટિયા નામનો યુવક સંભાળતો હતો. જોકે, તેને પોતાની જ પેઢીમાં હાથ ફેરો કરવા મનસૂબો બનાવ્યો હતો.

જે મુજબ દર્શને તેના પિતા જયેશ પોપટિયા અને ગોડાઉનથી તેલની ડિલિવરી કરતા રવિ સહિત ત્રણેય શખસોએ સાથે મળી છેલ્લા એક વર્ષથી ગોડાઉનમાંથી તેલનો થોડો-થોડો જથ્થો બારોબાર વેચી દેતા હતા. જોકે, તેલનો વેપાર નિયમિત ચાલતો હોવા છતાં પણ બેલેન્સ મળતું ન હતું. જેથી પેઢીના માલિકે ખાનગી રાહે તપાસ કરતા મહેતાજી સહિત ત્રણેય લોકો સાથે મળી છેતરપિંડી આચરી હોવાનું માલુમ પડ્યું હતું.

જે મામલે વેપારી કલ્પેશ મોદીએ ત્રણેય લોકો સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીના મુખ્ય આરોપી દર્શનને ઝડપી લઇ વધુ તપાસ હાથ ઘરી છે.

આ પણ વાંચો: તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને સુરક્ષિત અને સિક્યોર રાખતી Passkey શું છે?

Back to top button