બનાસકાંઠા: ભારે વરસાદથી ડીસાના અનેક ગામોના રસ્તા બંધ
પાલનપુર: ડીસા પંથકમાં બે દિવસમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી, અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા હતા. જ્યારે લોકોના જાન માલને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ડીસા થી નાણી જવાનો રસ્તો વર્ષ 2015 અને 2017ના પૂરમાં પણ બંધ થયો તો ત્યારે આજે ફરીથી આ રસ્તો બંધ થઈ જવા પામ્યો છે.
ડીસા થી નાણી જવાનો માર્ગ 2015 અને 2017 માં પણ બંધ થયો હતો
બિપરજોય વાવાઝોડાને પગલે થયેલા ભારે વરસાદે ડીસા પંથકને ઘમરોળી નાખ્યું છે. સતત વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં બસ માત્ર પાણી જ પાણી દેખાય છે. ડીસા તાલુકાની અંદાજિત 500 હેક્ટરથી પણ વધુ જમીનમાં પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા મોટાભાગના ખેતરો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે. જ્યારે અનેક ગામડાઓ સંપર્ક વીહોણા બધા છે. ડીસા તાલુકાના વરનોડા ગામ થી નાણી જવાનો માર્ગ પણ બંધ થઈ ગયો છે. આ માર્ગ પર ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાતા 15 થી 20 જેટલા ગામને જોડતો માર્ગ સંપર્ક બની ગયા છે લોકોએ અવર-જવરમાં પણ ખૂબ જ મુશ્કેલી વેચવી પડે છે.
વહેલી સવારે દૂધ ભરાવા માટે નીકળેલા પશુપાલકો પણ અટવાઈ પડ્યા હતા. જોકે ગ્રામજનોએ પશુપાલકો માટે ખાસ ટ્રેક્ટરની વ્યવસ્થા કરી દૂધ ભરવા માટે આવતા તમામ પશુપાલકોને ટ્રેક્ટર પર ફેરીઓ લગાવી ડેરીમાં દૂધ ભરાવવા પહોંચાડ્યા હતા. 2015 અને 2017 માં પણ આ ગામની આ જ સ્થિતિ સર્જાઇ હતી અને એક મહિના સુધી આ ગામ સંપર્ક વીહોણુ થઈ ગયું હતું. ત્યારબાદ ગ્રામજનોએ વારંવાર ગામના જોડતા માર્ગને ઊંચો બનાવવાની માંગ કરી હતી, પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ જ કાર્યવાહી ન થતા આ વખતે ફરી નાણી ગામની આ પરિસ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગામના જોડતા માર્ગને ઊંચો બનાવવામાં આવે તો દર વર્ષે ચોમાસા હેરાન થતા ગ્રામજનોની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે.
આ સિવાય જુનાડીસા ગામમાં પણ પાંચથી વધુ ઘરની દીવાલ અને છત ધરાશયી થઈ ગઈ હતી. ગૃહમંત્રીના મામા છોટાલાલ ભણસાલીના મકાનની દીવાલ પણ ધરાશયી થઈ ગઈ હતી, જો કે આ મકાન વર્ષોથી બંધ ઓળયુ હોઈ કોઈ જ દુર્ઘટના સર્જાઈ ન હતી. પરંતુ વાવાઝોડાન કારણે જૂનાડીસા ગામમાં પણ અનેક લોકોને મોટું નુકસાન કર્યું છે.
આ પણ વાંચો : ‘અમે નથી નામર્દોની ઓલાદ’, ઉદ્ધવ ઠાકરે ભડક્યા ભાજપ પર, કહ્યું- મોદીજી મણિપુર જઈને બતાવો