ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં ભારે વરસાદને લઇ રોડ રસ્તા અને ખેતરો ધોવાયા

Text To Speech

પાલનપુર: ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બે દિવસથી પડેલા ભારે વરસાદના કારણે ભારે તારાજી જેવા દ્રશ્યો સર્જાયા છે. જીલ્લામાં અનેક જગ્યાએ ગ્રામિણ વિસ્તારોમાં રોડ રસ્તા તૂટ્યા છે. જયારે ખેતરો બેટમાં ફેરવાયા છે. ભારે વરસાદને લઇ ખેડૂતોને મોટું નુકશાન થયું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ભારે વરસાદના પગલે ભારે તારાજી જેવા દ્રશ્યો સર્જાયા હતા. જયારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદી નાળા અને તળાવો ઓવરફ્લો થવા પામ્યા છે. જયારે અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ત્યારે બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકામાં અનેક ગામોમાં ભારે પાણી ભરાયું હતું. જયારે ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવેલો મોંઘા મૂલો પાક પણ ભારે વરસાદના કારણે નષ્ટ થવા પામ્યો છે.

જયારે અનેક માર્ગો પણ ભારે વરસાદના કારણે તૂટી ગયા છે. અનેક ગામો પણ સંપર્ક વિહોણા બન્યા હતા. ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પણ હાલ બેટમાં ફેરવાયા છે. ડીસામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે. ભારે વરસાદના કારણે તમામ મગફળીનો પાક તેમજ પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ નષ્ટ થયો છે. ડીસામાં ભારે વરસાદના કારણે ડીસા તાલુકાના અનેક ગામોમાં નુકશાન થવા પામ્યું છે.

Back to top button