ઉત્તર ગુજરાત

બનાસકાંઠા : ડીસામાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો યોજાયો રોડ શો

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો રોડ શો યોજાયો હતો. લેખરાજ ચાર રસ્તા પાસે જાહેર સભા સંબોધી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો. રમેશભાઈ પટેલને વિજયીબનાવા લોકોને કરી અપીલ હતી.

 નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનો યોજાયો રોડ શો

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. ચુંટણી પંચ ગમે ત્યારે ચુંટણી તારીખો જાહેર કરી શકે છે. ત્યારે ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે તેવું દેખાઈ રહ્યું છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની આમ આદમી પાર્ટી દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા દ્વારા ગુજરાતમાં જાહેર સભાઓ અને રોડ શો કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીની યાત્રા આજે (રવિવારે) ડીસા પહોંચી હતી.

જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સાથે નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ અને દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી સાથે ડીસા વિધાનસભાના ઉમેદવાર ડો. રમેશભાઈ સહિત આમ આદમી પાર્ટીના હોદેદારો કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને ડીસા ફુવારા સર્કલથી રેલી સ્વરૂપે રોડ શો યોજ્યો હતો. જેમાં ઠેરઠેર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાનું વેપારી સંગઠનો દ્વારા ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. જાહેર સભાને સંબોધન કરતાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, 27 વર્ષથી ભાજપ સરકાર હોવા છતાં લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. તેમને આમ આદમી પાર્ટીને વોટ આપશો તો તમારા બાળકો સારી અને ઉચ્ચ શિક્ષણ મેળવી મોટા બનશે અને સરકારી નોકરીઓમાં ભરતી થશે. દરેક યુવાનને રોજગાર ભથ્થું 3000 રૂપિયા મળશે, દરેક ઘરે એક મહીલા દીઠ દર મહિને 1000 ભથ્થું આપવામાં આવશે, અને દર મહિને 300 યુનિટ વિજળી મફતમાં આપવામાં આવશે. જેના લીધે આવી મોંધવારીના સમયે લોકોને રાહત મળી શકે છે. તેવા વચનો પણ આપ્યાં હતા.

બનાસકાંઠા- humdekhengenews

આ પણ વાંચો: આજથી ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે

મનોજ સીસોદીયા એ ડીસા વિધાનસભા ઉમેદવાર ડો. રમેશભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા માટે ઝાડુના નિશાન પર બટન દબાવવાનું લોકોને આહવાન કર્યું હતું.

Back to top button