બનાસકાંઠા: ડીસાના વિઠોદર પાસે વ્હોળામાં ભયજનક પાણી આવતા માર્ગ બંધ
પાલનપુર: બનાસકાંઠામાં આજે ફરી મેઘો મન મૂકીને વરસ્યો છે. ડીસાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થતાં વિઠોદર ગામ પાસે રોડ પરથી પસાર થતાં વ્હોળામાં પાણીનો પ્રવાહ ભયજનક હોઈ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. ગામના જાગૃત સરપંચે બંને બાજુ સ્થાનિકોની ટીમ ગોઠવી અવર-જવર પર બંધ કરાવી હતી.
પાલનપુર: રોડ પરથી પસાર થતાં વ્હોળામાં 5થી 7 ફૂટ પાણીનો પ્રવાહ#palanpur #Banaskantha #deesa #flood #HeavyFlood #heavyrain #HeavyRainfall #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/UeJzDdWHNL
— Hum Dekhenge News (@humdekhengenews) July 10, 2023
રોડ પરથી પસાર થતાં વ્હોળામાં 5થી 7 ફૂટ પાણીનો પ્રવાહ
ડીસા પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ બરાબર જામ્યો છે. જેમાં આજે મોડી સાંજે ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને કુચાવાડા, વીરૂણા, બાઈવાડા, થેરવાડા સહિતના ગામડાઓમાં ભારે વરસાદ થતાં વ્હોલાઓમાં ભરપૂર પાણીનો પ્રવાહ શરૂ થઈ ગયો હતો. જેમાં વિઠોદર ગામ પાસે પણ પસાર થતા માર્ગ પરથી વ્હોલો પસાર થાય છે. તેમાં પણ ચારથી પાંચ ફૂટ જેટલો પાણીનો પ્રવાહ શરૂ થઈ જતા આ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હતો.
આ અંગે ગામના સરપંચ શિલ્પાબેન સોલંકી અને તેમના પતિ હસમુખભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વિઠોદર ગામ પાસેથી પસાર થતા માર્ગ પરના વ્હોળામાં ભયજનક રીતે પાણી પસાર થઈ રહ્યું છે. જેથી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. જ્યાં રોડ પરથી 5થી 7 ફૂટ જેટલું પાણી પસાર થઈ રહ્યું હતું. જેથી તેઓએ બંને તરફ ગામના યુવાનો અને આગેવાનોની ટીમ ઉભી રાખી માર્ગ બંધ કરાવ્યો હતો અને માર રોડ પરથી પસાર થતાં વાહનો, બસ,પશુપાલકો, તેમજ સ્થાનિકોની અવરજવર બંધ કરાવી હતી. તેમજ વ્હોળાની આજુબાજુમાં તેમજ નીંચાણવાળા વિસ્તારમાં રહેતા તમામ લોકોને પણ મોબાઈલ દ્વારા સૂચના આપી સુરક્ષિત રહેવા માટે તેમજ ઈમરજન્સીમાં કોઈપણ જરૂર પડે તો તાત્કાલિક સરપંચનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
આ પણ વાંચો : Raai Laxmi : સાઉથ એક્ટ્રેસએ બોલ્ડનેસની તમામ હદ કરી પાર