બનાસકાંઠા : જિલ્લા બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષનું રાજીનામું
- * કાર્યકરોના હિત ખાતર રાજીનામું આપતા રાજકીય વર્તુળોમાં ચકચાર
પાલનપુર : બહુજન સમાજ પાર્ટીના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ દ્વારા કાર્યકર્તાઓના હિતને ધ્યાનમાં રાખી બનાસકાંઠાના અધ્યક્ષ પદેથી પોતાનું રાજીનામું આપી દેતા રાજકીય વર્તુળોમાં ચકચાર બચી જવા પામી છે.
બહુજન સમાજ પાર્ટીના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ એડવોકેટ પ્રકાશ સોલંકીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેઓ છેલ્લા છ વર્ષથી બસપાના બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ પદે કાર્યરત હતા. તેઓએ ગુજરાત બસપાના ગુજરાત પ્રદેશ પ્રમુખ ભગુભાઈ પરમારને તેમનું રાજીનામું સુપ્રત કર્યું છે. જ્યારે રાજીનામાં અંગેની જાણ રાષ્ટ્રીય અધ્યક્ષને પણ કરવામાં આવી છે.રાજીનામું આપતા પ્રકાશ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી પાર્ટીના શીર્ષ નેતૃત્વ જોડે અગાઉની જેમ કોરસપોન્ડન્ટ થઈ શકતો ન હતો. તેમજ કાર્યકર્તાઓની કોઈ વાત રજૂ કરી શકાતી ન હતી. જેથી તેઓએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. તેઓએ કાર્યકરોને પણ જણાવ્યું હતું કે, મેં કાર્યકરોના હિત ખાતર રાજીનામુ આપ્યું છે, પરંતુ કોઈ કાર્યકરોએ મારા કારણે રાજીનામું આપવું નહીં. છેલ્લા છ વર્ષથી બસપાના જિલ્લા અધ્યક્ષ પદે રહેલા એડવોકેટ પ્રકાશ સોલંકી રાજીનામું આપતા ડીસામાં રાજકીય વર્તુળોમાં ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં મેઘરાજાની રમઝટ; રોડ-રસ્તા બોટમાં ફેરવાતા ટ્રાફિકની લાગી મસમોટી લાઇનો