ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના ચંદ્રલોક રોડની સોસાયટીઓના રહીશો, દુકાનદારો ત્રસ્ત, પ્રતિબંધ છતાં જાહેરમાં ઘાસનું થતું વેચાણ

Text To Speech

પાલનપુર: ડીસા શહેરમાં જાહેરમાં ઘાસ વેચવા પર પ્રતિબંધ મુકેલો છે. તેમ છતાં ડીસાના ચંદ્રલોક રોડ અંબિકાનગર ચોક વિસ્તારમાં જાહેરમાં ઘાસનું વેચાણ થતું હોવાથી આ રોડની તમામ સોસાયટીના રહીશોએ અને દુકાનદારો ત્રસ્ત થઈ ચૂક્યા છે.

ડીસામાં રખડતા ઢોરોનો આતંક પુષ્કળ પ્રમાણમાં વધી જતા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસ ને અંકુશમાં લેવા ડીસાના સબ ડિજિટલ મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો પર ખુલ્લામાં ઘાસ વેચવા પર જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મુકેલો છે. જેમાં અગાઉ પોલીસ દ્વારા જાહેરમાં ઘાસ વેચતી ત્રણ જેટલી મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. જોકે હજુ પણ ડીસાના ચંદ્રલોક રોડ અભય સોસાયટી આગળ, અંબિકા નગર ચોક વગેરે વિસ્તારોમાં જાહેર માર્ગો પર ખુલ્લેઆમ ઘાસ વેચાઈ રહયુ હોવાથી આ જગ્યા પર રખડતા ઢોરો તેમજ આખલાઓનો જમાવડો થાય છે.

જેના કારણે વિદ્યાર્થીઓ રાહદારીઓને નીકળવું મુશ્કેલ થઈ પડે છે. જ્યારે રખડતા ઢોરો આખલાઓ જાહેરમાં બાખડતા લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાય છે તેમજ વાહનોને પણ નુકસાન કરે છે. આ ઉપરાંત રખડતા ઢોરોના કારણે આ રૂટની દુકાનો આગળ પુષ્કળ પ્રમાણમાં ગંદકી થતી હોવાથી વેપારીઓ પણ સવારે દુકાન ખોલી શકે તેવી સ્થિતિ હોતી નથી. આથી વેપારીઓ પણ ત્રાસી ઉઠ્યા છે.

આથી આ જગ્યા પર જાહેરમાં ઘાસ વેચનાર સામે કાર્યવાહી કરી ઘાસ વેચાતું બંધ કરાવવા રહીશોએ નગરપાલિકાને જણાવ્યું હતું પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આથી તાત્કાલિક નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર આ જગ્યા પર ઘાસ વેચાતું અટકાવી જાહેરનામાનો અમલ કરાવે તેવી આ વિસ્તારના લોકોની માંગ છે.

આ પણ વાંચો : શું દેશના લોકોની ખરીદ શક્તિમાં વધારો થઇ રહ્યો છે? મળ્યા સારા સંકેત

Back to top button