ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં જજના બંગલા આગળથી પાર્કિંગ કરેલી કારની ઉઠાંતરી

Text To Speech

પાલનપુર: ડીસામાં જજના બંગલા આગળ પાર્ક કરેલી કારની ઉઠાંતરી થઈ હોવાની ઘટના સામે આવી છે. જે મામલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધ સીસીટીવીની મદદથી ચોરની શોધખોળ હાથ ધરી છે.

કાર ચોર સીસીટીવી માં કેદ થયો

ડીસાની ગુલબાણીનગર ભાગ-1 માં રહેતા રામનરેશ કેવટ સરકારી હોસ્પિટલની સામે અને જજના બંગલાની પાસે બજરંગ જ્યુસ સેન્ટર નામની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. જેઓ ગત 21 જુલાઈના રોજ દિવસ દરમિયાન જ્યુસ સેન્ટર પર કામ કરી રાત્રે તેમની કાર જજના બંગલા આગળ પાર્ક કરી ઘરે ગયા હતા અને રાબેતા મુજબ સવારે જ્યુસ સેન્ટર પર આવી જોતા તેમની કાર દેખાઈ ન હતી. જેથી તેમણે તરત જ સીસીટીવી ચેક કરતા કોઈ અજાણ્યો શખ્સ કારની ચોરી કરી જતો હોવાનુ સ્પષ્ટ દેખાયુ હતું.

સીસીટીવીમાં કોઈ અજાણ્યો શખ્સ રીક્ષામાં બેસી તેમના જ્યુસ સેન્ટર પાસે આવે છે અને ત્યારબાદ કારની ઉઠાંતરી કરી ત્યાંથી નાસી જાય છે. જેથી કાર માલિકે અઠવાડિયા સુધી કારની શોધખોળ હાથ ધરી હતી પરંતુ કારનો કોઈ જ અતોપતો ન મળતા આખરે તેમણે ફરિયાદ નોંધવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : T20 Series : ભારત અને વેસ્ટ ઈન્ડિઝની 3 ઓગસ્ટથી ટકરાવ, જાણો સમગ્ર શેડ્યુલ

Back to top button