ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા :યાત્રાધામનું મહત્વ સમજી અંબાજી બસ સ્ટેશન વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ

Text To Speech
  • અંબાજી એસટી ડેપોમાં “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા 27 જૂન 2024 :   ગુજરાતનાં પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રોજ અનેક યાત્રાળુઓ ગુજરાત એસ.ટી.ની બસો દ્વારા દર્શનાર્થે આવતા હોય છે.યાત્રાળુઓને સ્વચ્છ અને સુંદર બસોની સુવિધા મળે તે માટે એસ.ટી ડેપો દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

“શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા કાર્યક્રમ” ને સંપૂર્ણપણે સફળ બનાવવાના ઉત્તમ ઉદ્દેશ્ય થકી અંબાજી બસ સ્ટેશનના ખૂણે ખચકે પડેલ કચરા અને ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. સફાઈ બાબત મુસાફર અથવા કર્મચારીને સંપૂર્ણ સંતોષ થાય તે માટે ડેપો મેનેજર અંબાજી અને ટીમ દ્વારા સતત ૨ દિવસની અથાક મહેનત કરી સફાઈ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. ડેપોમાં અને બસ સ્ટેશન વિસ્તારમાં થતી ગંદકી બાબતે ગંભીરતાથી નોંધ લઈ નિયમિત સફાઈ માટે અને અંબાજી બસ સ્ટેશનને સ્વચ્છ બસસ્ટેશન બનાવવા કર્મચારીઓએ સંકલ્પ લીધા હતા.

આ પણ વાંચો : બનાસકાંઠા : ભારે ઉકળાટ બાદ ડીસામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

Back to top button