ઉત્તર ગુજરાતધર્મ

બનાસકાંઠા : ડીસા મોદી સમાજ દ્વારા બહુચર માતાના મંદિરે રસ-રોટલી પ્રસાદનું આયોજન

Text To Speech

પાલનપુર : ડીસા શહેરના મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ તેમજ રસ- રોટલી સમિતિ ટ્રસ્ટ દ્વારા લાટી બજાર ખાતે આવેલ મોદી સમાજની વાડીમાં રસ- રોટલી ભોજન તેમજ અન્નકુટ પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.

માગશર સુદ-૨(બીજ)ના દિવસે માં બહુચરના ભક્તની લાજ રાખવા માટે માતાજીએ કેરીનો રસ અને રોટલીનુ જમણ કરાવ્યું હતું આ વર્ષે માગશર સુદ બીજને તા. ૨૫ નવેમ્બર ૨૨ ને શુક્રવારે મોદી સમાજની વાડીમાં બહુચર માતાના મંદિરમાં રસ રોટલી ભોજન પ્રસાદ સાથે ભવ્ય અન્નકુટનો લાભ ભાવિક ભક્તો લેશે. માગશર સુદ બીજનું મહત્વ સમજાવતા સમિતિના પ્રમુખે જણાવ્યું હતું કે, ત્રણ દાયકા પૂર્વે નો પ્રસંગ છે અને તે મુજબ કહેવામાં આવે છે કે, બહુચર માતાના ભગત એવા વલ્લભ ભટ્ટ ની ભકિતની કસોટી કરવા માટે કેટલાક જ્ઞાતિજનોએ રસ રોટલીનું ભોજન માંગતા ભર શિયાળામાં કેરીનો રસ ક્યાંથી મળે, વલ્લભ ભટ્ટ મા બહુચરની આરાધના કરતા હતા, ત્યારે શ્રી બહુચર મા તથા નારસંગાવીર દાદા વલ્લભ અને ધોળાના સ્વરૂપે હાજર થઈને સમાજના લોકોને રસ રોટલીનું ભોજન કરાવીને પોતાના ભક્ત એવા વલ્લભ ભટ્ટની લાજ રાખી હતી. આ વર્ષે જુની પરંપરાને ટકાવી રાખવા ડીસામાં મોદી સમાજ દ્વારા માગશર સુદ-૨ ( બીજ) ના દિવસે રસ રોટલી ના પ્રસાદનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે.

આ પણ વાંચો : ભાજપે ખેરાલુ, માણસા,અને ગરબાળા બેઠક પર જાહેર કર્યા ઉમેદવાર, જાણો કોને મળી ટિકિટ

આની સાથે સાથે માગશર સુદ-૧ (એકમ) ને તા. ૨૪ નવેમ્બર ૨૨ ને ગુરૂવાર ના બપોરે અસ્વારી ના દાતા શ્રી સિદ્ધેશ્વર આનંદ ગરબા મંડળના શ્રીમતી ગીતાબેન મોદીના નિવાસસ્થાન ગોલ્ડન પાર્ક ભાગ- ૩ થી માતાજીની અસ્વારી નિકળીને ડીસા શહેરની પરિક્રમા કરીને સાંજે સમાજની વાડી ખાતે રાત્રે આનંદના ગરબાની રમઝટ જામશે. તો આ ધાર્મિક પ્રસંગે સમાજના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં હાજર રહેવા સમાજ તરફથી આયોજકોએ અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો : જાણો ઉત્પન્ના એકાદશી પર બનતા શુભ યોગ અને મહત્વ વિશે !

Back to top button