ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા, પાલનપુર, દાંતીવાડામાં ગાજવીજ સાથે વરસાદનું આગમન

Text To Speech

બનાસકાંઠા 25 જૂન 2024 :  છેલ્લા બે માસથી કાળજાળ ગરમી નો પ્રકોપ સહન કર્યા પછી બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને આજે મંગળવારે રાહત થાય તેવું વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લા માં મંગળવારે મેઘરાજાનું ગાજવીજ સાથે મંગલ આગમન થયું હતું , જેને લઈને લોકોમાં ખુશી ન માહોલ સર્જાયો હતો.

સતત ગરમીથી ત્રાસી ગયેલા લોકો વરસાદના આગમન ને લઈ ખુશીનો સર્જાયો છે. જિલ્લા ના ડીસા, દાંતીવાડા અને પાલનપુર શહેર અને ગ્રામ્ય ના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણ મહદઅંશે ખુશનુંમાં બન્યું હતું. હજુ ઉકળાટ યથાવત રહ્યો છે. લોકોએ વરસાદના આગમન સાથે સાચવીને રાખેલી છત્રીઓ બહાર કાઢી હતી. જો કે વરસાદી વાતાવરણ સર્જાતા હવે લોકોને થોડા દિવસોમાં ગરમીથી રાહત મળશે તેવો આશાવાદ સેવી રહ્યા છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસા ના રસાણા નજીક ઇકોકાર અને આઈસર વચ્ચે અકસ્માત

Back to top button