ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : આંખમાં મરચું નાખી, માર મારી પાલનપુરના વેપારીના રૂ. 6 લાખ લૂંટી લીધા

Text To Speech
  • કુષ્કલ ગામ પાસે વેપારીની ગાડીને રોકાવવા અકસ્માત સર્જ્યો

પાલનપુર : ડીસામાં સોપારીની દુકાન ધરાવતા પાલનપુરના વેપારીની કાર ને કુષ્કલ ગામ પાસે ચાર વ્યક્તિઓ ઈકો ગાડીમાં આવી અકસ્માત સર્જ્યો હતો. અને વેપારી તેની ગાડીમાંથી ઉતરતા આંખમાં મરચું નાખી માર માર્યો હતો. ત્યારબાદ તેમની કારમાં પડેલા રૂ. 6 લાખની બેગ લઈ લૂંટારાઓ નાસી છૂટ્યા હતા. જ્યારે વેપારીને માથામાં લાકડી મારતા ઈજા પહોંચી હતી. જેથી વેપારીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

સ્કોર્પિયો કારમાં પાલનપુર જવા નીકળ્યા

આ અંગેની ઘટનામાં વધુ જાણવા મળ્યું છે કે, પાલનપુરના અંબિકા નગર વિસ્તારમાં રહેતા સુભાષભાઈ ખરેડ ડીસામાં મહાવીર ટ્રેડિંગ નામની સોપારીની દુકાન ધરાવે છે. તેમને બહાર જવાનું હોવાથી તેમનો દીકરો રિતિક સુભાષભાઈ ખરેડ દુકાને બેઠો હતો. અને શુક્રવારે સાંજે આઠેક વાગ્યા આસપાસ વ્યાપારના નાણા બેગમાં મૂકીને સ્કોર્પિયો કારમાં પાલનપુર જવા નીકળ્યા હતા.

વેપારી-humdekhengenews
માથામાં લાકડી મારી પહોંચાડી ઇજા

આંખમાં મરચું નાખીને માથામાં લાકડી મારી પહોંચાડી ઇજા 

ત્યારે ચંડીસર થી આગળ કુષ્કલ ગામ પાસે એક ઈકો ગાડી ના ચાલકે તેમની કારની સાથે અકસ્માત સર્જ્યો હતો. અને સ્કોર્પિયો આગળ ઈકો ગાડી ઊભી કરી દીધી હતી. જેથી રીતિક ખરેડ જેવા બહાર નીકળ્યા તેવા જ બે વ્યક્તિઓએ તેમની આંખમાં મરચું નાખીને માથામાં લાકડી મારી ઇજા પહોંચાડી હતી. અને રીતિક ની ગાડીમાં પડેલી રૂપિયા 6 લાખની બેગ લઈ નાસી છુટ્યા હતા. આ અંગે બાદમાં રીતિકે તેમના પિતાને ફોન કરતા સગા- સંબંધીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ઈજા પામેલા રિતિકને પાલનપુર સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ગઢ પોલીસ મથકમાં ઈકો કારમાં આવેલા ચાર લૂંટારાઓ સામે ફરિયાદ નોંધાવા પામી છે. જોકે ઈકો કારની આગળ- પાછળ વાહનની નંબર પ્લેટ ન હતી. પોલીસે લૂંટ ની આ ઘટનામાં આગળની વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ભરૂચ: ભાજપના દાવેદારોની ફેક યાદી જાહેર થતા રાજકારણ ગરમાયુ

Back to top button