બનાસકાંઠા : અંબાજી મંદિરમાં આવતીકાલે થશે પ્રક્ષાલન વિધિ
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે તા. 5 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાયો હતો. આ સમય દરમિયાન મા અંબા ના દર્શને 25 લાખથી વધુ યાત્રિકો અને શ્રદ્ધાળુઓ આવ્યા હતા. અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે ભાદરવી પૂનમના મેળા બાદ પરંપરા અનુસાર અંબાજી મંદિરમાં. માતાજીના આભૂષણો અને પરિસરની સાફ-સફાઈ કરવામાં આવે છે. જેને પ્રક્ષાલન વિધિ કહે છે.
આવતીકાલે મંગળવારે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ યોજાશે. જેથી મંદિરના દર્શનના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં સવારે 7:30 થી 11:30 અને બપોરે 12:30 થી 1:30 સુધી ભક્તો દર્શન કરી શકશે. જ્યારે બપોર 1:30 પછી મંદિર મંગળ રહેશે. ત્યારબાદ પ્રક્ષાલન વિધિ થશે. મંદિરની સાફ-સફાઈ બાદ રાત્રે 9:00 વાગે માતાજીની આરતી થશે.
આ પણ વાંચો: RSS ના ડ્રેસને કોંગ્રેસે લગાવી આગ, તો ભાજપે કહ્યું, આ આદત તમારી છે !!!
સરસ્વતી નદીના જળથી આભૂષણોની સફાઈ કરાશે અંબાજી નજીક આવેલ કોટેશ્વર થી સરસ્વતી નદીનું જળ અંબાજી મંદિરમાં લાવવામાં આવે છે. જે જળ દ્વારા પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. દરમિયાન માતાજીના આભૂષણને બહાર લાવી તેની સફાઈ કરવામાં આવે છે. આ સફાઈ વર્ષોથી અમદાવાદનો એક સોની પરિવાર કરે છે. જે પૂર્ણ થયા બાદ ફરીથી મંદિરમાં તેને રાખવામાં આવે છે.