બનાસકાંઠા: ગોગામેડીની હત્યાનો વિરોધ, ડીસામાં આમ આદમી પાર્ટીએ આપ્યું આવેદનપત્ર
પાલનપુર 12 ડિસેમ્બર 2023 : આજે બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના વિરોધમાં નાયબ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું અને ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તમામ હત્યારાઓને ફાંસીની સજા આપવાની માંગ કરી હતી આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.
સુખદેવસિંહ ગોગામેડીની હત્યાના રાજસ્થાન સહિત સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે બનાસકાંઠાના ડીસામાં પણ આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ હત્યાની ઘટના સામે ભારે વિરોધ દર્શાવ્યો હતો અને તમામ કાર્યકરો એકઠા થઈ નાયક કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપ્યું હતું.તેમજ સુખદેવસિંહ ગોગામેડીને જીવનું જોખમ હોવાથી સુરક્ષા માગવા છતાં પણ અધિકારીઓએ સુરક્ષા આપી ન હતી ત્યારે સુરક્ષા ન આપનાર તમામ અધિકારીઓ સહિત હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ આવેદનપત્ર મામલે આમ આદમી પાર્ટીના રાણાભાઇ દેસાઈએ જણાવ્યું હતું કે સુખદેવસિંહને જીવનું જોખમ હોવાથી સુરક્ષા માટે રજૂઆત કરી હતી તેમ છતાં પણ તેમને સુરક્ષા અપાઇ ન હતી. ત્યારે સુરક્ષા ના આપનાર અધિકારીઓ સહિત હત્યામાં સામેલ તમામ લોકો સામે કડક કાર્યવાહી થાય, ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને તમામને કડક સજા થાય તેવી માંગ સાથે આજે નાયક કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે
આ પણ વાંચો : બનાસકાંઠા : અમૃત આહાર મહોત્સવમાં 55 હજારની પ્રાકૃતિક કૃષિ ઉપજનું થયું વેચાણ