ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: એનએચએઆઇ ની પરમિશનોમાં પ્રોજેક્ટ અટવાયા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે ની બંને તરફ હવે મોટા પ્રમાણમાં વિકાસના અનેક પ્રોજેક્ટ આકાર લઈ રહ્યા છે. પરંતું તેના માટે નેશનલ હાઈવે ઓથોરિટીની પરમિશન અનિવાર્ય છે. જેના માટે કેટલીક મંજૂરીઓની જરૂર પડતી હોય છે. પરંતુ કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લાની નેશનલ હાઇવે ઓથોરિટી ની ઓફિસમાંથી આવી પરમિશન મેળવવામાં અરજદારોને પરસેવો વળી જાય છે.

મહિનાઓ સુધી પરમિશનનો નથી મળી રહી

સમયસર મંજૂરી માટે સરકારી નીતિનો આ કચેરીઓમાં જાણે કોઈ અમલ જ ના થતો હોય તેવું તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. જેમાં નેશનલ હાઇવે ને અડીને કોઈપણ અરજદારને બાંધકામ કરવું હોય તો તાંત્રિક નકશા મુજબ નિયંત્રણ રેખાથી અમુક અંતરે નિયમ અનુસાર બાંધકામ કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટીની મંજૂરી આવશ્યક હોય છે. આવી મંજૂરી જ્યારે કચેરીમાં માગવામાં આવતી હોય છે ત્યારે અગમ્ય કારણોસર મંજૂરી મળવામાં વિલંબ થતો હોય છે. જેના કારણે અરજદારનો સમય અને નાણા નો વ્યય થાય છે. પરિણામે અરજદાર પોતાનો પ્રોજેક્ટ પણ સમયસર અમલમાં મૂકી શકાતો નથી.

કયા કારણોસર પરમિશન સમયસર અપાતી નથી? તેને લઈને તર્ક -વિતર્ક

આમ કયા કારણોસર આવી ફાઈલોને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા મંજૂરીઓ સમયસર અપાતી નથી તે પ્રશ્ન ચર્ચાસ્પદ બન્યો છે? અત્રે નોંધનીય છે કે, કેન્દ્રીય મંત્રી પરિવહન મંત્રી નીતિન ગડકરી વડોદરા ખાતે આવ્યા હતા, ત્યારે તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની મજબૂતી માટેનો તેમને ઉલ્લેખ કરી અને 2024 સુધીમાં અમેરિકા જેવા રોડ બનાવવામાં આવશે તેમ કહ્યું હતું. આવા રોડ બને ત્યારે રોડની આજુબાજુ હોટલ, ઇન્ડસ્ટ્રીઝ અને મોલ જેવા એકમ પણ આકાર લેતા હોય છે.

વિકાસ માટે તંત્રનું અવરોધરૂપ વલણ કેટલું વ્યાજબી

પરંતુ ખાટલે જ મોટીખોડ હોય તેમ તંત્ર દ્વારા મંજૂરી આપવામાં વિલંબ થવાથી વિકાસની ઝડપમાં ઓટ આવવાની પૂરી શક્યતાઓ રહેતી હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાની નેશનલ હાઈવે ઓથોરિટીએ આવી જે પણ મંજૂરી માટેની ફાઈલો પેન્ડિંગ હોય તેનો વિના વિલંબે નિકાલ કરીને વિકાસ માટેના પ્રયાસમાં સહયોગ કરવો જોઈએ તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસા જનસેવા કેન્દ્ર ખાતે ક્રિમિલિયરના દાખલા માટે લાંબી કતાર

Back to top button