ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : નર્મદા મુખ્ય નહેરમાંથી મશીન મુકીને પાણી ખેંચવા પર પ્રતિબંધ

Text To Speech

પાલનપુર: થરાદની નર્મદા મુખ્ય નહેર આજે તા 01/05/23 થી એક માસ સુધી મરામત અને નિભાવણી અર્થે બંધ કરવામાં આવનાર છે. આથી મુખ્ય નહેરો પરના સોર્સ આધારીત જુથ પાણી પુરવઠા યોજનાના ગામોમાં પીવાનો પાણી પુરવઠો નિયમિત પુરો પાડવા તકલીફ ઉભી થવાની શક્યતા રહે છે. આથી બનાસકાંઠા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ આવતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલનું પાણી ફક્ત પીવાના ઉપયોગમાં લેવામાં આવનાર છે. તથા અમુક યોજનાઓમાં સોર્સ તરીકે નર્મદા ની કેનાલ મારફતે તળાવ ભરીને ઉપયોગમાં લેવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ

બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ , સુઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાના 279 ગામો તથા 2 શહેરો (થરાદ, ધાનેરા) નો સમાવેશ પીવાના પાણી માટે નર્મદા મુખ્ય નહેર આધારીત પાણી પુરવઠા યોજનામાં કરવામાં આવેલ છે. ખેડુતો દ્વારા મુખ્ય કેનાલ ઉપર મશીન મુકી અમુક કિસ્સામાં પિયત માટે પાણી ગેરયદેસર રીતે ઉપાડવામાં આવે છે. આમ જો સ્ટોક ક૨વામાં આવેલ પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો થરાદ, વાવ, સુઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાઓમાં પીવાના પાણીની વધુ મુશ્કેલીઓ ઉભી થવાની શકયતાઓ જણાતાં જિલ્લા કલેકટર વરૂણકુમાર બરનવાલ એ ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ -33 (1) (એમ) અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના થરાદ , વાવ, સુઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ખેડુતો ધ્વારા પોતાના મશીન મુકીને પાણી નહી ઉપાડવા ફરમાન કરવામાં આવ્યું છે.

આ પ્રતિબંધ તા . 01/05/23થી તા . 15/06/23 ( બંને દિવસ સહિત ) સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વેય બનાસકાંઠા જિલ્લામાં ફ૨જ બજવતા અધિક્ષક ઈજનેર, જાહેર આરોગ્ય વર્તુળથી લઈ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગમાં વર્ગ –3 નો હોદ્દો ધરાવનાર કર્મચારી, પોલીસ અધિક્ષકના દરજજાથી હેડ કોન્સટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ -1951 ની કલમ -131 મુજબ ફરિયાદ માંડવા આથી અધિકૃત કરવામાં આવે છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.

આ પણ વાંચો :બનાસકાંઠા: ગામડા નિરોગી બનાવવા મેડીકલ સ્ટુડન્ટ દત્તક લીધેલ પરિવારોની લેશે સારસંભાળ

Back to top button