ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : અંબાજી ગબ્બર તળેટી ખાતે યાત્રિકોની સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરુ કરાયું

Text To Speech
  • યાત્રિક સુવિધા, પ્રસાદ અને ભેટ ડોનેશન સેન્ટરનો શુભારંભ

બનાસકાંઠા 2 2 જૂન 2024 :  શક્તિપીઠ અંબાજી અને ગબ્બર ખાતે ખુબ મોટી સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે પધારે છે. ગબ્બર ખાતે આવતા દર્શનાર્થીઓને આકસ્મિક સંજોગોમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે આજ રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી પાટણના વાઈસ ચાન્સલર કે.સી.પોરીયાના વરદ્દ હસ્તે યાત્રિકોની સુવિધા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર શરુ કરવામાં આવ્યું છે. અહી યાત્રિકોને પ્રાથમિક દવાઓ અને સુવિધાઓ મળી રહેશે.

ગબ્બર ટોચ ખાતે માતાજીનો પ્રસાદ સરળતાથી પ્રાપ્ત થઇ શકે ઉપરાંત યાત્રિકો વિવિધ પ્રકારના દાન- ભેટ આપી શકે તે માટે આજ રોજ અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી દ્વારા યાત્રિક સુવિધા, પ્રસાદ -ભેટ ડોનેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. દાતાશ્રીને દાન- ભેટ મળ્યા અંગેની કોમ્પ્યૂટરાઇઝડ પહોંચ આપવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદ: ‘અસારવા ઠાકોર પરિવાર’ દ્વારા વિના મૂલ્ય તથા રાહત દરે ચોપડા વિતરણ કરાયા; MLA અમૃતજી ઠાકોરએ આપી હાજરી

Back to top button