ઉત્તર ગુજરાતગુજરાતચૂંટણી 2022

બનાસકાંઠા : ડીસા ભાજપના ઉમેદવાર જાહેર થતાં પ્રવીણ માળીનું કરાયું સ્વાગત

Text To Speech

પાલનપુર : ડીસા વિધાનસભા બેઠક ઉપર યુવા અગ્રણી પ્રવીણ ગોરધનજી માળીનું ભાજપ પક્ષે ઉમેદવાર તરીકે નામ જાહેર કરતા જ સમર્થકોમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે. પ્રવીણ માળી બપોરે તેમના વતન ડીસા ખાતે આવતાં જ તેમના સમર્થકો દ્વારા જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

ડીસાના ભાજપના વર્તમાન ધારાસભ્ય શશીકાંત પંડ્યા ની આ વખતે ટિકિટ કાપવામાં આવી છે. અને તેમના બદલે ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ માળીની પસંદગી કરવામાં આવી હતી. પ્રવીણભાઈ માળી બપોરે તેમના વતન ડીસા ખાતે આવ્યા હતા.

જ્યાં સાઈબાબા મંદિર (સરદાર બાગ) પાસે તેઓનું ભાજપના સમર્થકો અને શહેરીજનોએ મોટી સંખ્યામાં હાજર રહીને ફુલહાર પહેરાવી જોરદાર સ્વાગત કર્યું હતું. સમર્થકોએ પ્રવીણ માળીને ખભા ઉપર ઊંચકી લીધા હતા. અને લોકોમાં ભારે ઉત્સાહ ભર્યો માહોલ જોવા મળતો હતો. આ દરમિયાન ફટાકડા ફોડીને આતશબાજી પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યું : ભારતને 10 વિકેટે હરાવી ફાઈનલમાં પહોંચ્યું ઈંગ્લેન્ડ

Back to top button