ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ખાનગી વાહન પર પોલીસ લખાવી ફરવુ પડશે ભારે, કાર્યવાહી શરુ

Text To Speech
  • પોલીસવડાએ ગુનાખોરીને અટકાવવા માટે ડીસામાં બેઠક યોજી
  • જિલ્લામાં ખાનગી વાહનો પર પોલીસ લખાવી ફરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીના આદેશ.

પાલનપુર: રાજ્યમાં ખાનગી વાહનો પર પોલીસ લખાવીને ફરનાર વાહન ચાલકોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે, ત્યારે ડીસામાં જિલ્લા પોસીસવડા દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં પોલીસ વડાએ જિલ્લામાં થતા ગુના અટકાવવા પોલીસકર્મીઓને સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં ખાનગી વાહનો પર પોલીસ લખાવીને ફનાર વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવાની કડક સુચના આપવામાં આવી છે.

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા ઘણા સમયથી વિવિધ ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જેને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ તંત્ર સાબદુ બન્યું છે. તે અંતર્ગત ગઈકાલે સાંજે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની મુલાકાત લીધી હતી.

જ્યાં ડીસા શહેર ઉત્તર, દક્ષિણ અને તાલુકા મથકના પીઆઇ, પી.એસ.આઇ સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ ગુનાઓને અટકાવવા માટે પૂરતા પ્રયાસો કરવા જણાવ્યું હતું સાથે જ ખાનગી વાહનો પર પોલીસ લખાવીને ફરતા વાહન ચાલકો સામે પણ કડક કાર્યવાહી કરવા માટેની સૂચના આપી હતી. ત્યારબાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનો આચરતા તત્વોમાં ડર રહે તે માટે ફૂટ પેટ્રોલીંગ યોજી હતી. ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકેથી પોલીસ વાહનો તેમજ પોલીસના કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ શરૂ કરી શહેરના માર્ગો પર ફર્યા હતા.

આ પણ વાંચો: ગુજરાતમાં 6400 TRBને છુટા કરવાના નિર્ણયનો વિરોધ, અમદાવાદ કલેક્ટર કચેરીએ દેખાવો યોજ્યા

Back to top button