છેલ્લા બાર વર્ષથી નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને બનાસકાંઠા પોલીસે ઝડપ્યો


પાલનપુર, 2 ડિસેમ્બર 2023, રાજસ્થાનમાં બળાત્કાર અને ઠગાઈ સહિતના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 12 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને બનાસકાંઠા જિલ્લા પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડ ની ટીમે ડીસા થી ઝડપી લીધો હતો.
12 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો
રાજસ્થાનના સીવાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઇપીકો કલમ 420, 376,120 ના ગુનામાં સંડોવાયેલા આરોપી ગણપતસિંહ માનારામ રાજપુરોહિત રહે. ડીસા હરસોલીયા વાસ છેલ્લા બાર વર્ષથી પોલીસ પકડથી દૂર રહી નાસતો ફરતો હતો. ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા શરૂ કરાયેલ ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોર્ડના પી.એસ.આઇ. જે. જી. સોલંકી સહિત સ્ટાફના માણસોએ ગણપતસિંહ રાજપુરોહિત ની ડીસા ખાતેથી ધરપકડ કરી હતી. ગણપતસિંહ છેલ્લા 12 વર્ષથી પોલીસને થાપ આપી નાસતો ફરતો હતો. પોલીસે તેને પકડી આગળની કાર્યવાહી કરવા ડીસા દક્ષિણ પોલીસને સોંપ્યો હતો.
આ પણ વાંચોઃ ઉદ્યોગમંત્રી બળવંતસિંહે મલેશિયાને ગ્લોબલ સમિટિમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું