ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10 મે ના આબુ ખાતે બ્રહ્માકુમારીઝ‌ શાંતિવનની લેશે મુલાકાત

Text To Speech
  • સોળ પ્રકારના દર્દોને મલ્ટીપ્લસ હોસ્પિટલનું ખાત મુહુર્ત કરાશે
  • અધ્યાત્મ લાઈટ સાઉન્ડ કલર ફુવારા વૈશ્વિક શોનું કરશે ઉદ્ઘાટન

પાલનપુર : વૈશ્વિક મહિલા સંચાલિત સૌથી મોટી અધ્યાત્મ સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીયા વિશ્વ વિદ્યાલયના મુખ્યાલય આબુ તળેટી સ્થિત વિશાળ શાંતિવન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૧૦‌ મે ના રોજ મુલાકાત લેશે.

બ્રહ્માકુમારીઝ મીડિયા સંયોજક શશીકાંત ત્રિવેદીના જણાવ્યા અનુસાર એશિયાના સૌથી વિશાળ ડાયમંડ હોલ ખાતે ૧૦ મે ના રોજ યોજાનાર અધ્યાત્મિક સશક્તિકરણ મહાસંમેલન ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે. જેમાં દેશ વિદેશના ૨૫૦૦૦ રાજ યોગા શિબિરાર્થી ભાગ લઈ રહ્યા છે. આ સમારંભમાં બાદ પ્રધાન મંત્રી મોદી આબુ તળેટી ખાતે બનનાર ૧૬ પ્રકારના દર્દોને નિવારણ માટે હોસ્પિટલનું ખાત મુહૂર્ત તથા દાદી પ્રકાશ મણીજી પાર્કમાં ઓપન થિયેટરમાં અધ્યાત્મ કલર કુવારા સાથેનો લાઈટ સાઉન્ડ શો ભારતીય અધ્યાત્મ સંસ્કૃતિનું જ્ઞાન મનોરંજન સાથે બતાવશે. તેનું ઉદ્ઘાટન પ્રધાન મંત્રી કરશે તથા સંસ્થાના વડા ૧૦૦ વર્ષીય ડો. દાદી રતન મોહિનીજી સાથે આધ્યાત્મ ચર્ચા કરી આશીર્વચન મેળવશે. બપોરે ૩:૧૫ કલાકે પી. એમ. મોદી શાંતિવન સમારંભમાં આવશે.

આ પણ વાંચો : બનાસકાંઠા : થરાદના ગોકુળગામ નજીક ડાલાચાલકે ટક્કર મારતાં ભાભી અને દિયરનું કરુણ મોત

Back to top button