ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનવરાત્રિ-2024મધ્ય ગુજરાત

બનાસકાંઠા: ડીસામાં નવરાત્રીની તૈયારી, ગરબાના અવનવા સ્ટેપ શીખવામાં ખેલૈયાઓ વ્યસ્ત

સાતથી વધુ ગરબા ક્લાસીસમાં નાના બાળકોથી લઇ મોટી ઉંમરના લોકો શીખી રહ્યા છે ગરબાના સ્ટેપ

બનાસકાંઠા, 26 સપ્ટેમ્બર, ગુજરાતીઓનો ફેવરીટ તહેવાર એટલે કે નવરાત્રી. જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે નવરાત્રી પર્વ દરમિયાન ખેલૈયાઓ મન મૂકીને મોડી રાત સુધી ગરબે ઘૂમતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા વર્ષોથી નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો પણ ગરબા ના વિવિધ સ્ટેપ શીખી શેરી અને ખાનગી પાર્ટી પ્લોટોમાં ધૂમ મચાવતા હોય છે ત્યારે હાલમાં ડીસા શહેરમાં સાતથી વધુ ગરબા ક્લાસીસ ચાલી રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબાના જુદા જુદા સ્ટેપ શીખી રહ્યા છે. નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રિમાં પહેરવા માટે ચણિયાચોળી અને કેડિયાની ખરીદી કરી રહ્યા છે.

નવરાત્રીને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યા છે, ત્યારે ખેલૈયાઓમાં અત્યારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ ગરબા આયોજકો દ્વારા પણ તડામાર તૈયારી કરી લેવામાં આવી છે. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નવરાત્રી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રી પર્વને લઈ ખેલૈયાઓમાં ખરીદી પણ શરૂ થઈ ગઈ છે. મહિલાઓ જુદી જુદી ચણિયાચોળી તો પુરુષો કુર્તાની ખરીદી કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા બે મહિનાથી શહેરમાં ધમધમતા ગરબા ક્લાસીસમાં પણ મોટી સંખ્યામાં લોકો ગરબાના જુદા જુદા સ્ટેપ શીખી રહ્યા છે. ડીસા શહેરની અંદર સાતથી વધુ ગરબા ક્લાસીસ શરૂ થયા હતા. જેમાં નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો પણ ગરબાના જુદા જુદા સ્ટેપ શીખી રહ્યા છે. ખાસ કરીને ગરબાના સ્ટેપ શીખવા માટે યુવતીઓની સંખ્યા મોટી છે. હવે ખેલૈયાઓ ગરબાના રમવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ખેલૈયામાં ફેવરેટ ગરબા ના સ્ટેપ

ખેલૈયાઓ ઘણા પ્રકારના ગરબા રમત હોય છે ગરબાની સ્ટાઈલ છે સુરતી, દોઢિયાં, બચ્ચન સ્ટાઈલ, ઢોલીડા, રમઝટ સ્ટાઈલ, ડાકલા જેવી વિવિધ પ્રકારની સ્ટાઇલના ગરબાય રમત હોય છે પરંતુ ખેલૈયામાં ફેવરેટ ગરબા ના સ્ટેપ આ 5 છે

ટેટુડો
ગલગોટો
દાકલા
56 સ્ટેપ
રાસ

અમારું ગ્રુપ નવરાત્રીમાં ધૂમ મચાવશે : સોનમ રાઠી

ગરબાના જુદા જુદા સ્ટેપ શિખતા ખેલૈયા સોનમબેન રાઠીએ જણાવ્યું હતું કે, હું અને મારું આખું ગ્રુપ ગરબા ના જુદા જુદા સ્ટેપ શીખી રહ્યા છીએ અને આ વખતની નવરાત્રીમાં અમે શેરી ગરબા તેમજ ખાનગી પાર્ટી પ્લોટોમાં ધૂમ મચાવીશું.

નવરાત્રીને લઈને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે : કોરિયોગ્રાફર

ડીસાના આદ્યશક્તિ ગરબા ક્લાસીસના કોરિયોગ્રાફર ચિરાગ રાજપુત અને મયુરી ઠક્કરે જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રીમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકોથી લઈ મોટી ઉંમરના લોકો પણ ગરબાના વિવિધ સ્ટેપ શીખી રહ્યા છે. નવરાત્રીમાં શેરી ગરબા તેમજ ખાનગી પાર્ટી પ્લોટોમાં યોજાતા ગરબાની અંદર અનેક ગરબાના ગ્રુપો જુદા જુદા સ્ટેપ કરી ધૂમ મચાવશે.

આ પણ વાંચો….નવરાત્રીઃ અવનવી ડિઝાઈનનાં કપડાંથી ઉભરાયું બજાર, જાણો શું છે ચણિયાચોળી કેડિયાનો ભાવ?

Back to top button