બનાસકાંઠા: ડીસામાં તાજીયા જુલુસના રૂટમાં ફેરફાર કરવા અપાયું આવેદનપત્ર


પાલનપુર: ડીસામાં મહોરમ નિમિતે નીકળતા જુલુસના રૂટમાં ફેરફાર કરી જુના રૂટ મુજબ ચલાવવા તેમજ હિન્દુઓના ચાલી રહેલા અધિક માસ તેમજ શ્રાવણ માસ દરમ્યાન કતલખાના બંધ કરી માંસ મટન ઈંડાની લારીઓ બંધ કરાવવા ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વિશ્વ હિન્દૂ પરિષદ એ આવેદનપત્ર આપ્યું
ડીસામાં દર વર્ષની જેમ ચાલુ સાલે પણ મહોરમ ના તહેવાર નિમિતે તાજીયા જુલુસ નિકલનાર છે. વર્ષોથી તાજીયા મુસ્લિમ વિસ્તારોના પરંપરાગત રૂટમાં નીકળતા હતા પરંતુ હવે દરવર્ષે તેઓ રૂટ લંબાવે જાય છે અને આ વખતે રૂટ ને ફુવારા સર્કલ સુધી લંબાવવા માંગણી કરી છે.ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આ જુલુસ જુના રૂટ મુજબ કાઢવા અને ફુવારા સુધી ની મંજૂરી રદ કરવાની માંગણી કરી હતી.સાથે પોતાના વિસ્તારો માંજ જુના રૂટ મુજબ જુલુસ નીકળે તેં માટે નાયબ કલેકટર નેહા પંચાલ સમક્ષ માંગણી કરી હતી.
આ ઉપરાંત હાલમાં ચાલી રહેલા હિન્દુઓના પુરુષોત્તમ માસ તેમજ શ્રાવણ માસમાં કતલખાના બંધ કરાવવા તેમજ નોનવેજ ની હોટલો જાહેરમાં રહેલી લારીઓ પર વેંચાતા નોનવેજ બંધ કરાવવાની માંગણી પણ કરી હતી. આ બાબતે પ્રવીણ પંચાલ એ જણાવ્યું હતું કે, નાયબ કલેકટર સમક્ષ માંગણી કરી છે કે જુલુસ તેમના વિસ્તારમાં જં નિકળે જેથી કરીને ભાઈચારો જળવાઈ રહે તેમજ હિન્દુઓના પવિત્ર માસ દરમ્યામ નોનવેજની હોટલો કતલખાના બંધ કરાવવાની માંગ કરી છે. આવેદનપત્ર આપવા વિશ્વ હિન્દૂ પરિષદ ના કાર્યકરો અને આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : રાજ્યના 24 નાયબ સચિવ કક્ષાના અધિકારીઓને બઢતી, જુઓ લિસ્ટ