ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ભાભરના બેડા ગામના લોકો કાદવ કીચડવાળા રસ્તા ઉપર ચાલવા બન્યા મજબૂર

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના કેટલાક ગામમાં ચોમાસા દરમિયાન ગામમાં જવાના માર્ગો કાદવ કીચડથી એટલા ખરાબ થઈ જાય છે કે તેમાંથી ચાલતા જવું પણ ઘણીવાર જોખમ ભર્યું બની જાય છે. જેને લઇ ને ગ્રામજનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવીજ સ્થિતિ ભાભર માં આવેલ બેડા ગામ ના મુખ્ય માર્ગની છે જ્યાં માર્ગ પર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ ગામના મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાવા થી ભારે ગંદકી જોવા મળી રહી છે.

શાળામાં જતા બાળકોને પડી રહી છે હાલાકી

ગણા આ મુખ્ય માર્ગ પર બાલ મંદિર, સ્કૂલ તેમજ આરોગ્ય કેન્દ્ર આવેલું છે. બાળકોને સ્કૂલે જવા માટે પણ આ કાદવ કીચડ વાળા રસ્તા માંથી પસાર થવું પડે છે. તેમજ ગામ લોકો પણ આ જ રસ્તેથી અવર જવર કરતા હોય છે. આ માર્ગ પર પ્રાથમિક શાળા પણ આવેલી છે અને ત્યાં ધોરણ એક થી આઠ ના બાળકો અભ્યાસ કરે છે. બાળકોને શાળા એ આવવા માટે પણ આજ માર્ગ પર થી પસાર થવું પડે છે. આ માર્ગ શાળાની નજીક હોવાથી ગંદકીના કારણે દુર્ગંધ આવતી રહે છે. જેને લઇને બાળકોમાં બીમારી થવાનું જોખમ પણ રહે છે.
આ સમસ્યા અંગે બેડા ગામના પૂર્વ સરપંચ તેમજ ગામલોકોએ જણાવ્યું હતું કે, આ સમસ્યા આમારે છેલ્લા ઘણા સમયથી છે.

તંત્રને રજૂઆત કરવા છતાં પણ સમસ્યા યથાવત

અમારે કોઈ પણ કામ હોય તો આજ રસ્તે થી ગંદકીમાંથી પસાર થવું પડે છે. આ કાદવ કીચડમાં અમારા વાહન પણ ચાલી શકતા નથી. આ અંગે અમે તંત્રને વારંવાર રજૂઆતો કરી છે. છતાં પણ અમાર ગામની આ સમસ્યા ઉકેલાઈ નથી. જો આગામી સમયમાં અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે આંદોલન કરીશું એવી ગામ ના પૂર્વ સરપંચ બળવંતજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો : અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં લેવાયો ઐતિહાસિક નિર્ણય, જાણો શું છે 100 વર્ષનો સૌથી મોટો નિર્ણય

Back to top button