ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા લોકોને ધરમધક્કા

પાલનપુર: ડીસા શહેર અને તાલુકાના લોકોને આધાર કાર્ડ અપડેટ કરાવવા હાલમાં સરકારી કચેરીના ધરમ ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસથી આધાર કાર્ડ સેન્ટર પર અનિયમિતતા ના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આજે ડીસા મામલતદાર કચેરીએ 100 થી વધુ અરજદારોનું ટોળું ધસી આવતા મામલતદારે તેઓને નવા આધાર કાર્ડ સેન્ટર ખોલવાના પ્રયાસ ચાલુ હોવાનું જણાવી સમજાવ્યા હતા.

100 થી વધુ લોકોનું ટોળું મામલતદાર કચેરીમાં ઘસી આવ્યું

અત્યારે દરેક પ્રકારના કામ માટે આધાર કાર્ડ ફરજિયાત બની ગયું છે, ત્યારે લોકોને આધાર કાર્ડ નવા બનાવવા તેમજ અપડેટ કરાવવા ડીસામાં માત્ર એક જ સેન્ટર ચાલુ હોઇ લોકોનો ભારે ઘસારો રહે છે. ડીસામાં એક બે બેન્કોની શાખાઓમાં આધાર કાર્ડ સેન્ટર ચાલે છે. જેમાં પણ શનિ-રવિ ની રજા, જાહેર રજા, ઓપરેટરની ગેરહાજરી સહિતના પ્રશ્નોના કારણે લોકો મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા એક માત્ર આધાર સેન્ટરનો ભરોસો રાખવો પડે છે. જેમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી લોકોનો ખૂબ જ ઘસારો વધી જતા દરરોજ માત્ર 30 જ લોકોને ટોકન આપવામાં આવે છે. જેના કારણે દૂર દૂર ગામોમાંથી આવતા અન્ય લોકોને ધક્કો પડે છે.

આધાર કાર્ડ સેન્ટર-humdekhengenews

નવા સેન્ટર ઉભા કરવાના પ્રયાસ ચાલુ છે : મામલતદાર

આ સિવાય પણ આ આધાર કાર્ડ સેન્ટરમાં ક્યારેક ઓપરેટર હાજર હોતા નથી તો ક્યારેક પ્રિન્ટર બગડેલું હોય છે. સહિતના અનેક પ્રશ્નોના કારણે આ સેન્ટર પર રેગ્યુલર રીતે ચાલતું નથી. જેથી લોકોની હાલાકી ઔર વધી જાય છે. દરરોજ 100 થી વધુ લોકોને ધક્કા ખાઈને પરત જવું પડે છે. ત્યારે આજે મામલતદાર કચેરી કમ્પાઉન્ડમાં આવેલા આધાર સેન્ટર પર છેલ્લા કેટલાય દિવસોથી ધક્કા ખાતા 100 થી વધુ અરજદારો રજૂઆત કરવા મામલતદાર કચેરીમાં ધસી આવ્યા હતા જેઓએ મામલતદારને પોતાને પડતી હાલાકી અંગે રજૂઆત કરી હતી.

આ અંગે ડીસા શહેર મામલતદાર એસ. ડી. બોડાણાએ જણાવ્યું હતું કે, ડીસામાં આધાર કાર્ડ સેન્ટર પર વધુ આધાર કાર્ડ બને તે માટે તેની કેપેસિટી વધારવાની તેમજ નવા આધાર કાર્ડ ખોલવા માટેની મંજૂરીની પ્રોસેસ ચાલી રહી છે. જે મંજૂર થતાં અન્ય આધાર કાર્ડ સેન્ટર ખોલવામાં આવશે. જ્યારે છેલ્લા આજે પ્રિન્ટર બગડેલું હોવાથી લોકોને થોડીક હાલાકી પડી છે જે અંગે પણ તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો :  બનાસકાંઠા: વામૈયાની મહિલાના ભડથમાં આપઘાત મામલે આરોપી પોલીસ પકડથી દૂર

Back to top button