ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : વાવ – થરાદના સરહદી ગામોમાં પીવાના પાણીની પારાયણથી લોકો હેરાન

Text To Speech
  • પાણીની પાઈપલાઈનોમાં ગેરકાયદે કનેકશનો કાપવા માટે ટીમો બનાવી
  • વાવના 10, થરાદના 4 ગામોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડાય છે

પાલનપુર : ઉનાળામાં જ વાવના સરહદી ગામોમાં પીવાના પાણીની પારાયણ સર્જાઇ છે. જેમાં વાવના 10, થરાદના 4 ગામોમાં ટેન્કર દ્વારા પાણી અપાય છે.પાણીની તંગીને પહોંચી વળવા તંત્રએ પાણીની પાઈપલાઈનમાંથી ગેરકાયદે લીધેલા કનેકશનો કાપવા ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા હાલ વાવ તાલુકાના 10 અને થરાદ તાલુકાના 4 ગામોમાં ટેન્કર મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે. લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે એક-બે દિવસમાં ગામડાઓમાં પાઇપલાઇન દ્વારા પાણી મળતું થઇ જશે તેમ પાણી પુરવઠા વિભાગ દ્વારા જણાવ્યું હતું.

વાવ તાલુકાના લોદ્રાણી ગામના શ્રવણભાઈએ જણાવ્યું હતું કે ‘હાલ અમારા ગામમાં બે ટેન્કર દ્વારા પાણી અપાય છે. પણ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની જરૂર વધુ હોઈ બે ટેન્કરથી કાંઇ થતું નથી. જેથી વધુ ટેન્કરથી પાણી આપવામાં આવે. મામલતદાર દ્વારા ગામડાઓમાં જતી પાણીની પાઈપલાઈનોમાં ગેરકાયદે કનેકશનો શોધી કાપવા માટે ચાર ટીમો બનાવી હતી. આ ટીમો દેવપુરાથી લોદ્રાણી લાઈન, ઢીમાથી રાછેણા, કુભારડીથી કુડાળીયા, શણવાલથી માવસરીની લાઇનોમાં ગેરકાયદે કનેકશનો કાપશે.

આ ગામોમાં ટેન્કરથી પાણી અપાય છે

વાવ તાલુકાના ચોથારનેસડા, લોદ્રાણી, સમલી, ચંદનગઢ, ચતરપુરા, લાંપ ડીયા.પીપળીયા, ટોભા, પાનેસડા, ભાખરી. જ્યારે થરાદ તાલુકાના ગામો વાડિયા, જામપુરા, ગડસિસર, શાબા.

આ પણ વાંચો : બનાસકાંઠા: ડીસામાં એલિવેટેડ બ્રિજ નીચે યુવકની પથ્થરના ઘા મારી હત્યા

Back to top button