બનાસકાંઠા : પાટણ-ભીલડી અનરિઝર્લ્ડ ડેઈલી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ થતા ભીલડી ખાતે કરાયું સ્વાગત
- વેપારીઓ અને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને ટ્રેન ભીલડી જંક્શન સુધી લંબાવવામાં આવી
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલ ભીલડી જંકશન રાજસ્થાન અને કંડલા બંદરને જોડતું મહત્વનું કેન્દ્ર તથા જૈનોનું યાત્રાધામ અને વેપારી મથક છે.
ત્યારે ગુરુવારે સાંજે 8:30 કલાકે ડેઈલી સ્પેશિયલ ટ્રેન ભીલડી પહોંચતા ડીસા પ્રાંત અધિકારી નેહા પંચાલ, મામલતદાર ગઢવી, તાલુકા વિકાસ અધિકારી અને અગ્રણીઓ કનુભાઈ વ્યાસ, સુરેશભાઈ સિલવા, બાબુભાઈ રબારી અને ગ્રામજનોએ પેસેન્જરોને ગુલાબનું ફૂલ આપી સ્વાગત કર્યું હતું. જ્યારે ટ્રેનના પાયલોટ અને ગાર્ડનું ફુલહાર પહેરાવી સ્વાગત કરાયું હતું.
View this post on Instagram
વેપારીઓ અને અમદાવાદના મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ પાટણ-ભીલડી- પાટણ અમદાવાદ સાબરમતી ટ્રેન જે પાટણ રાત્રિ રોકાણ કરતી હતી. જેને ભીલડી જંક્શન સુધી લંબાવવામાં આવી છે.
પાટણ- ભીલડી સ્પેશિયલ ટ્રેન પાટણથી 19.05 કલાકે ઉપડશે અને 20.30 કલાકે ભીલડી પહોંચશે. એ જ રીતે ભીલડી-પાટણ સ્પેશિયલ ભીલડીથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને 7:25 વાગ્યે પાટણ પહોંચશે.
આ પણ વાંચો : બનાસકાંઠા : પાલનપુર ખાતે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 22 પ્રશ્નોનો કરાયો નિકાલ