ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: “બિપરજોય” વાવાઝોડાને અનુલક્ષીને તકેદારી રાખવા પાલનપુર તાલુકા પંચાયતની લોકોને અપીલ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા તા.12જૂન’23 થી તા.18 જૂન’23 દ૨મ્યાન બિપરજોય વાવાઝોડાના કારણે પવન સાથે વરસાદ પડવાની શકયતાઓ રહેલી હોઈ તે ધ્યાને લઈ પાલનપુર તાલુકાના તમામ ગ્રામજનોને તેઓના જીર્ણ અને જર્જરીત મકાનો તાત્કાલીક ઉતારી લઈ સલામત સ્થળે ખસી જવા અનુરોધ ક૨વામાં આવે છે.

ગ્રામજનો પાલનપુરના ડિઝાસ્ટર કંટ્રોલરૂમના ફોન નં. 02742-257261 પર સંપર્ક કરી શકશે

તેમજ ગ્રામ્ય વિસ્તારમાં લાગેલા મોટા હોર્ડીંગ્સ ઉતારી લઈ કાળજી રાખવા તાલુકા પંચાયત વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવે છે. મામલતદાર કચેરી, પાલનપુર ખાતે ડિઝાસ્ટર કંટ્રોલરૂમ કાર્યરત છે. જેના ટેલીફોન નં. 02742-257261 પર સંપર્ક કરી શકાશે તેમ પાલનપુર તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું છે. જ્યારે ખેતી પાકોના રક્ષણ માટે જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.એમ.પ્રજાપતિએ જણાવ્યું છે કે, જિલ્લામાં હાલમાં ઉનાળુ મગફળી અને ઉનાળુ બાજરી પાક તૈયાર થયેલ હોય તો હાલ પુરતુ કાપણી ટાળવી.

જો કાપણી થઇ ગઇ હોય તો તાડપત્રી ઢાંકીને રાખવી. ખેડૂતોએ પોતાના ઉત્પાદિત થયેલ ખેત પેદાશને સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવા અને તાડપત્રી હાથવગી રાખી પોતાની ખેત પેદાશને વેચાણ અર્થે એપીએમસીમાં લઇ જતી વખતે ખેત જણસીઓ તાડપત્રી ઢાંકીને લઇ જવી. જિલ્લામાં પાંચ દિવસ પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી છે. તેવા સમયે વેચાણ શક્ય હોય તો ટાળવું અને એપીએમસીમાં રહેલ ખેત જણસીઓ સલામત સ્થળે ગોડાઉનમાં રાખવા માટે વેપારી મિત્રોને જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :બિપરજોયથી પાકિસ્તાનમાં પણ ડરનો માહોલ; 80 હજાર લોકોનું કરાશે સ્થળાંતર

Back to top button