ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા:પાલનપુરના સમાજ કલ્યાણ અધિકારી રૂપિયા 10 હજારની લાંચ લેતા ફસાયા

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં એસીબી વિભાગ ભ્રષ્ટાચારીઓને ડામવા માટે એક્શન મોડમાં આવ્યું છે. ત્યારે પાલનપુરના વર્ગ-2 ના સમાજ કલ્યાણ અધિકારી ₹10,000 ની લાંચ માંગતા ઝડપાઈ ગયા છે. આ અધિકારીએ છાત્રોના નિભાવ માટે મળતી સરકારી ગ્રાન્ટ પાસ કરવા અને તેમાં કોઈ ખામી ન કાઢવા માટે લાંચ માંગી હતી પરંતુ એસીબીના છટકામાં ફસાઈ ગયા હતા.

લાંચ-humdekhengenews

સરકારી ગ્રાન્ટ પાસ કરવા અને ખામી ન કાઢવા લાંચ માંગી હતી

પાલનપુરમાં વર્ગ-2માં સમાજ કલ્યાણ અધિકારી અમિત નરેન્દ્રભાઈ પટેલ ફરજ બજાવે છે. જેમાં આ અધિકારી સામે એક જાગૃત નાગરિકે લાંચ માગવામાં આવતી હોવાની એસીબી પોલીસમાં ફરિયાદ કરી હતી. આ જાગૃત નાગરિક સરકારી ગ્રાન્ટેડ છાત્રાલય ચલાવે છે. જેના માટે સરકાર દ્વારા છાત્રોના નિભાવ માટે ગ્રાન્ટ મળે છે. આ ગ્રાન્ટ પાસ કરાવવા અને તેમાં કોઈ ખામી ન કાઢવા માટે સમાજ કલ્યાણ અધિકારી અમિત પટેલે ₹10,000 ની લાંચ માંગી હતી. જે ફરિયાદી આપવા માંગતા ન હતા.

જેથી તેમને એસીબીમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને એસીબીના પોલીસ ઇન્સ્પેકટર એન. એ. ચૌધરીએ થરાદ ચાર રસ્તા, ભાભર રોડ, થરાદ ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં સમાજ કલ્યાણ અધિકારી અમિત પટેલ ₹10,000 ની લાંચ લેતા સપડાઈ ગયા હતા. જેથી એસીબીએ લાંચની રકમ રૂપિયા 10,000 તેમની પાસેથી રિકવર કરીને અટકાયત કરી હતી, અને લાંચ રૂશ્વત ધારા હેઠળ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

આ પણ વાંચો :

Back to top button