ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : પાલનપુર પારપડા મંદિરમાં રૂ. 60 હજારની ચોરી

Text To Speech
  • તસ્કરો ચાંદીનો છતર, મુગટ રામાપીરની સવારીવાળો ઘોડો અને અભૂષણ ચોરી ગયા
  • મંદિરમાં ઘુસેલા બે તસ્કરો સીસીટીવીમાં કેદ

પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલા પારપડા ગામ પાસે રામદેવપીરનું મંદિર આવેલું છે. જ્યાં બે તસ્કરોએ મંદિરમાં ઘુસી ચાંદીનો છત્તર, મુગટ, રામદેવપીર ના સવારીવાળા ઘોડા સહિત ₹60,000 ની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર નજીકના પારપડા ગામ પાસે આવેલા રામાપીરના મંદિરના પૂજારી ગોવિંદપુરી ગોસ્વામીએ મંદિરમાં ચોરી થયેલી થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. રામાપીરની બીજ પ્રસંગે અંદાજે 20,000 જેટલા દર્શનાર્થીઓ રામાપીર ના દર્શન માટે આવ્યા હતા. ત્યારબાદ રાત્રિના સમયે મંદિરમાં પૂજા- આરતી કરીને પૂજારી 8:00 વાગ્યા આસપાસ તેમના ઘરે જતા રહ્યા હતા. જ્યારે સવારે ચારેક વાગ્યે પુજારી મંદિરમાં પરત આવ્યા, ત્યારે મંદિરના દરવાજાનો નકુચો તૂટેલો હતો. અને રામાપીર ની મૂર્તિ ઉપરનો ચાંદીનું છતર, તેમજ મુગટ જોવા મળ્યો ન હતો. તેમજ ચાંદીના પગલાં, ચાંદીનો ઘોડો પણ જણાયો ન હતો.

જેથી પૂજારીએ મંદિરે રાત્રે સૂતેલા લોકોને જગાડી અને ગામના સરપંચ રમેશભાઈ અટોસને જાણ કરી હતી. જેમને આવીને મંદિરના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. જેમાં ચોરી વહેલી સવારે થઈ હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પૂજારીએ પાલનપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં રૂપિયા 60,000 ના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું છે. પોલીસે મંદિરના સીસીટીવી ફૂટેજ ના આધારે તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

ચોરીના માલ અંગે ચોકસી બજારમાં જાણ કરાઈ

પાલનપુર ચોકસી સુવર્ણકાર એસોસિએશનના પ્રમુખ ભગવાનભાઈ સોનીએ સોની બજારના વેપારીઓને પણ રામાપીર મંદિરમાં થયેલી ચોરી અંગે જાણ કરી છે. જેમાં મંદિરના ચોરી થયેલા ચાંદીના આભૂષણો કોઈપણ શખ્સો વેચાણ માટે લઈને આવે તો તેમને અથવા પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : નવી શિક્ષણ નિતી મુજબ આ ધોરણના વિદ્યાર્થીઓને મળશે ‘બેગલેસ અભ્યાસ’ની સુવિધા

Back to top button