બનાસકાંઠા: ‘બિપર જોય’ ચક્રવાતના પડકારને પહોંચી વળવા બીએસએફ તૈયાર


પાલનપુર: ગુજરાતના તટીય વિસ્તાર તરફ આગળ વધી રહેલા ‘બિપર જોય’ વાવાઝોડા થી ઉપસ્થિત તમારી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે સીમા સુરક્ષા દળ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. આ વાવાઝોડુ 15 જૂનના રોજ સાંજે ગુજરાતના દરિયા કાંઠે ટકરાવવાની સંભાવના છે. ત્યાંથી કચ્છના રણમાં થઈને રાજસ્થાન તરફ જવાની શક્યતા છે.
સીમા સુરક્ષા દળના નિરીક્ષક રવિ ગાંધીએ ભુજના દરિયાઈકાંઠાના વિસ્તારોનો નિરીક્ષણ કર્યું હતું, અને ‘બિપર જોય’ વાવાઝોડા થી ઉપસ્થિત થનારી સંભવિત વિનાશકારી અસરોને પહોંચી વળવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. સાથે સાથે કોઈપણ આકસ્મિક ઘટનાને પહોંચી વળવા કરાયેલી તૈયારીનું પણ તેમને નિરીક્ષણ કર્યું હતું.
‘બિપર જોય’ વાવાઝોડુ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પાસે થી પસાર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સીમા ની સુરક્ષાની સાથે સાથે બીએસએફ દ્વારા બચાવ કાર્ય માટે આવશ્યક સંસાધનો ઉપલબ્ધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોને તમામ પ્રકારની મદદ માટે એક્શન પ્લાન કરી દેવામાં આવ્યો છે. જેમાં જખૌ દરિયાઈ કાંઠાની નજીક આવેલા ગુનાઓ ગામમાંથી પચાસ લોકોનું બીએસએફના જવાનો દ્વારા ચોકી ખાતે સ્થળાંતર કરાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો :રાજકોટ: આફતના સમયે વેપારીઓ મદદે આવ્યા, બેડી યાર્ડમાં રસોડું શરૂ