ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા: પાલનપુર આબુ હાઇવે ન્યુ પાલનપુરના રહીશોનું રસ્તા રોકો આંદોલન મોકૂફ


પાલનપુર: પાલનપુર-આબુ હાઇવે પર આવેલ ન્યુ પાલનપુર વિસ્તારના રહીશો દ્વારા નેશનલ હાઇવે પરના સર્વિસ રોડ,નેશનલ હાઇવે પર ભરાતા વરસાદી પાણી ના નિકાલ મુદ્દે તેમજ પીવાના પાણીની ટાંકા મુદ્દે 18 જૂન 2023ના રોજ નેશનલ હાઇવે ચક્કાજામ કરવાના હતા.
વાવાઝોડા સાથે વરસાદને ધ્યાને લઈ રહીશો દ્વારા નિર્ણય કરાયો
પરંતુ વાવાઝોડું અને વરસાદને ધ્યાને લઇ તથા ધારાસભ્ય અને કલેક્ટરના હકારાત્મક વલણના લીધે આ આંદોલન હાલ પૂરતું મોકુફ રખાયુ છે.જેથી આગામી દિવસોમાં પ્રશ્નોનો ઉકેલ નહી આવે તો આગામી સમયમાં તમામ સોસાયટીઓ દ્વારા મીટીંગ કરી આંદોલન ની રૂપરેખા નક્કી કરી ચક્કા જામ સહિતના કાર્યક્રમો માટે તારીખ નક્કી કરવામાં આવશે તેમ સંકલન સમિતિના પ્રમુખ ડોક્ટર કેતનભાઇ જોષીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો :બિપરજોયની અસર : ભારે પવનને કારણે ધાબા પરથી ટાંકી ઉડીને યુવકના માથા પર પડી, પછી શું થયું જૂઓ