ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસાના માલગઢ ગામે સામૂહિક આત્મહત્યા મામલે વધુ એક વ્યક્તિનું મોત

Text To Speech

પાલનપુર: ડીસા તાલુકાના માલગઢ ગામે વાલ્મિકી પરિવારના સાત સભ્યોએ ચારેક દિવસ અગાઉ ઝેરી દવા પી આપઘાતની પ્રયાસ કર્યો હતો. જેમાં અગાઉ બાળકના મોત બાદ આજે પિતાનું પણ સારવાર દરમિયાન મોત નિપજયું હતું.

અગાઉ બાળકના મોત બાદ આજે પિતાનું પણ સારવાર દરમિયાન મોત

ડીસા તાલુકાના માલગઢ ગામે રહેતા અને ગામમાં સારા નરસા પ્રસંગે ઢોલ વગાડીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરતા નગુભાઈ વાલ્મિકીની પત્નીનું એકાદ માસ અગાઉ બીમારીથી મોત થયુ હતું. પત્નીના મોત બાદ નગુભાઈ ની માનસિક સ્થિતિ બગડી જવા પામી હતી. તેમજ પાંચ સંતાનો અને માતા સહિત સાત સભ્યોની ભરણપોષણ ની જવાબદારીથી કંટાળી નગુભાઈએ ચારેક દિવસ અગાઉ પોતાની માતા અને પાંચે સંતાનોને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી આપઘાત નો પ્રયાસ કર્યો હતો.

સામૂહિક આત્મહત્યા-humdekhengenews

પરિવારના સાત સભ્યોએ ચારેક દિવસ અગાઉ ઝેરી દવા પીધી હતી

જેથી ઝેરી દવાની અસર થતા તમામ સભ્યોને પ્રથમ ડીસા અને ત્યારબાદ પાલનપુર સારવાર અર્થે લઈ જવાયા હતા. જેમાં એક દિવસ અગાઉ નગુભાઈના પુત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે નગુભાઈની તબિયત પણ ગંભીર હોવાથી આજે તેઓનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આમ સાત સભ્યોના પરિવારમાંથી પુત્રના મોત બાદ પિતાનું મોત થતાં પરિવારનો મુખ્ય આધાર સ્તંભ ભાંગી પડ્યો છે. હવે પરિવારમાં ચાર બાળકીઓને દાદીમાં છે. જે પણ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. આ બનાવથી સમગ્ર માલગઢ ગામમાં તેમજ વાલ્મિકી સમાજમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરી જવા પામી છે.

આ પણ વાંચો : લોકસભા ચૂંટણી 2024: શું તમે 2024માં પોતાને વિપક્ષનો ચહેરો માનો છો? અખિલેશ યાદવે આપ્યો જવાબ

Back to top button