બનાસકાંઠા: ડીસા પાલિકાના વોર્ડ નંબર 9ની એક સભ્યની પેટા ચૂંટણી યોજાશે


પાલનપુર: ડીસા નગરપાલિકાના વોર્ડ નંબર 9મા અપક્ષ સદસ્યએ અંગત કારણોસર આપેલા રાજીનામાના કારણે ખાલી પડેલી બેઠકની પેટા ચૂંટણી યોજવા અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
અપક્ષ સદસ્યએ અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું
રાજ્યભરમાં નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓની ખાલી પડેલી બેઠકોની પેટા ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઓગસ્ટ 2023માં ચૂંટણી યોજવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે ડીસા નગરપાલિકામાં વોર્ડ નંબર 9ના સદસ્ય ની ખાલી પડેલી બેઠકની પણ પેટા ચૂંટણી યોજાશે. ડીસા પાલિકાના વોર્ડ નંબર 9માં અપક્ષ સદસ્ય તરીકે ચૂંટાયેલા સાદિક શેખે છમાસ અગાઉ પોતાના અંગત કારણોસર થી રાજીનામું આપી દીધું હતું. ત્યારથી આ બેઠક ખાલી પડી હતી એની પેટા ચૂંટણી ઓગષ્ટ 2023મા યોજાશે. ડીસા પાલિકામાં કુલ 11 વોર્ડની 44 બેઠકોમાં ભાજપના 27 કોંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના એક જ્યારે 14 અપક્ષ સભ્યો ચૂંટાયેલા હતા.
આ પણ વાંચો : સોનિયા અને પ્રિયંકા ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, આવકવેરા વિભાગ સાથે જોડાયેલો છે મામલો