ઉત્તર ગુજરાત

બનાસકાંઠા : ધાનેરા આદિવાસી સમાજના શૈક્ષણિક સંકુલ માટે એક વીઘો જમીનનું કરાયું દાન

Text To Speech

પાલનપુર: ધાનેરા તાલુકાના નેગાળા સ્થિત શ્રી રગાથળી અને દાંતીવાડા તાલુકાના ઓઢવા સ્થિત ચોથીપુરા ખાતે શ્રી બાબા રામદેવપીરનો મેળો ભરાયો હતો. જેમાં ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ દ્વારા 20 હજાર થી વધુ ભકતોને મિષ્ઠાન સહિતનો ભોજન પ્રસાદ અને ધાનેરા આદિવાસી સમાજ ના શૈક્ષણિક સંકુલ માટે એક વીઘો જમીન દાનમાં આપવાની જાહેરાત કરવામાં આવી હતી.

ધાનેરા તાલુકાના નેગાળા ગામે આવેલ શ્રી રગાથળી ખાતે અને દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામના ચોથીપુરા ખાતે માજીરાણા સમાજના પૌરાણિક શ્રી બાબા રામદેવપીરના મંદિર આવેલાં છે. જેમાં દર વર્ષે ભાદરવા સુદ – ૧૧ ના દિવસે નેજા અને મહામેળો ભરાય છે ત્યારે ધાનેરાના નેગાળા અને દાંતીવાડા તાલુકાના ઓઢવા ખાતે યોજાયેલ શ્રી બાબા રામદેવપીર ના મંદિર ખાતે દર્શનાથે આવતા 20 હજારથી ભાવિક ભકતો માટે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે પરમ પૂજય ગુરૂજી શ્રી સોમારામ મહારાજ, પરમ પૂજય ગુરૂજી શ્રી મોતીરામ મહારાજ દ્વારા આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. અને માજીરાણા સમાજ દ્વારા દાતા માવજીભાઈ દેસાઈનું પાઘડી અને શાલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ પટેલ, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ વસંતભાઈ પુરોહિત, હેમરાજભાઈ રાણા, માધુભાઈ રાણા, ધાનેરા તાલુકા ભાજપ પ્રમુખ હરજીભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પટેલ, દાંતીવાડા તાલુકા ભાજપ મહામંત્રી તેજાભાઈ મારવાડીયા, મહામંત્રી હરજીભાઈ પટેલ, કાળુસિંહ દેવલ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપરાંત ભાજપના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

શિક્ષણ રૂપી મંદિર માટે દાન

“હાલમાં શિક્ષણની માંગ દરેક સમાજમાં વધી રહી છે ત્યારે આદિવાસી સમાજ પણ શિક્ષણ થી વંચિત ન રહી જાય તે માટે માજીરાણા સમાજના આગેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. જેમાં ધાનેરા વિધાનસભામાં આદિવાસી સમાજના શૈક્ષણિક સંકુલ માટે એક વિઘો જમીન આપીશ” – માવજીભાઈ દેસાઈ

Back to top button