બનાસકાંઠા: અમીરગઢ પાસે ટ્રેલરમાં પથ્થરના પાવડરની આડમા લઇ જવાતા માદક પ્રદાર્થના જથ્થા સાથે એકની અટકાયત
પાલનપુર: અમીરગઢ ખાતે આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદ ધરાવતી પોલીસ ચેકપોસ્ટ પરથી ઉદેપુરથી મોરબી જતા ટ્રેલરમાં પથ્થરના પાવડરની આંડમા લઇ જવાતા પોષડોડાનો માદક પદાર્થ સાથે એક ઈસમની પોલીસે અટકાયત કરી છે. અમીરગઢ પોલીસે બે સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
જિલ્લાના અમીરગઢ ખાતે આવેલા અતિસંવેદનશીલ ગણાતી પોલીસ ચેકપોસ્ટ પરથી ટ્રેલરમાં જતા માદક પદાર્થ પોષડોડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અમીરગઢ ચેકપોસ્ટ ઉપર રાબેતા મુજબ ફરજ પરના પોલોસ કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરી રહ્યા હતા, તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા એક ટ્રેલર નીકળતા તેને અટકાવી તાપસ કરતા પથ્થરનો પાવડર ભરેલ હતો. જોકે, ટ્રેલરમાં વધુ તાપસ કરતા પથ્થરના પાવડરની આંડમા માદક પદાર્થ ગણાતા પોષડોડાનો જથ્થો મળી આવ્યો હતો. જે જથ્થો પ્લાસ્ટિકના કાટ્ટાઓમાં ભરીને ગુજરાતમાં લઇ જવામાં આવી રહ્યો હતો.
આથી પોલીસ કર્મચારીઓ દ્વારા ટ્રેલર હિરાસતમાં લઇ તેના ચાલક સંતોષ ઝાટને પકડી પાડી પૂછપરછ કરતા તેને પોલોસને જણાવ્યું હતું કે, પોષડોડા ઉદેપુરથી મદનલાલ જાટ દ્વારા ટ્રકમાં મુકવામાં આવ્યો હતો. અને મોરબી ખાતે કોઈ ઈસમનો મોબાઈલ નંબર આપેલ હતો તેને ડિલિવરી આપવાની હતી. અમીરગઢ પોલીસ દ્વારા પકડાયેલ પોષડોડા 51. 75 કિલોની કિંમત રૂપિયા 2 લાખ 58 હજારનો મુદ્દામાલ કબજે લઇ બે ઈસમો પર ગુનો નોંધી પોષડોડા આપનાર ઉદેપુરના ઈસમ અને ખરીદનાર મોરબીના ઈસમની તપાસના ચક્રો ગતિમાન કરેલ છે.
આ પણ વાંચો :બનાસકાંઠાની 61 શાળાઓમાં સંસ્કાર શાળા કાર્યક્રમ શરૂ, 25 ગામોમાં અફીણબંધી અને દારૂબંધી