ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

Text To Speech
  • ધૂળિયાકોટ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી, શહેરીજનોમાં ખુશીનો માહોલ

પાલનપુર : ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. ડીસામાં પણ રાત ભર ધીમીધારે વરસાદની હેલી રહેતા સવાર સુધીમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેથી લાંબા વિરામ બાદ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

ડીસામાં ગઈકાલ સાંજથી શરૂ થયેલો વરસાદ વહેલી સવાર સુધી ધીમીધારે વરસતો રહ્યો છે. રાતભર પણ ધીમીધારે વરસાદ ચાલુ રહેતા ચોતરફ ઠંડક પ્રસરી ગઈ હતી. આ વખતે લાંબા વિરામ બાદ વરસાદ આવતા શહેરીજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

છેલ્લા એક અઠવાડિયાથી લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા. દિવસ પર ભારે ઉકળાટ અને બફારાનો સામનો કરતા લોકોને હવે વરસાદ થતાં શાંતિ થઈ છે અને ભારે ઉકળાટ અને ગરમીથી પણ રાહત અનુભવી રહ્યા છે.


ડીસામાં ગઈકાલ સાંજથી વરસાદ શરૂ થતા આજ સવાર સુધી 39 મિમી એટલે કે દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સીઝનનો અત્યાર સુધીમાં 303 મિમી એટલે કે 36.76 ટકા વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે ડીસામાં જલારામ મંદીર સામે પિંક સોસાયટી આગળ ધૂળિયા કોટ સહિત અનેક નીંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સામાન્ય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ધીમીધારે વરસાદ વરસતો હોવાના કારણે કોઈ જગ્યાએ વધુ પાણી ન ભરાતા તંત્રએ પણ નિરાંત અનુભવી હતી.

આ પણ વાંચો : મેઘરાજાએ ઉત્તર ગુજરાતને ઘમરોળ્યું; અમદાવાદ-આબુ હાઈવે પર પાણી ભરાતા વાહનોની લાગી કતારો

Back to top button