બનાસકાંઠા : મગરવાડા માણિભદ્રવીરના દર્શને વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્ય
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ માણિભદ્રવીર દાદાના ભક્તિભાવપૂર્વક દર્શન અને પૂજન- અર્ચન કર્યા હતાં. મગરવાડા ગામના પૂર્વ સરપંચ ફલજીભાઇ ચૌધરીએ માનેલી માનતા પુરી કરવા આવેલા અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ માણિભદ્રવીર દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મગરવાડા મંદિરના યતિશ્રી વિજયસોમજી મહારાજ સાહેબે અધ્યક્ષને આશીર્વાદ પાઠવી તેમનું સન્માન કર્યુ હતું.
આ પણ વાંચો : ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે
મગરવાડાના પૂર્વ સરંપચે માનેલી માનતા પુરી કરવા આવ્યા હતા
આ પ્રસંગે અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્યએ જણાવ્યું કે, માણિભદ્ર વીર દાદામાં અપાર શ્રધ્ધા હોવાથી અવાર- નવાર અહીં દર્શન કરવા આવું છું. મગરવાડા ગામના વતની ફલજીભાઇ ચૌધરીના પરિવારજનો સાથે ચારેક વર્ષ અગાઉ રાજસ્થાનના નાકોડામાં મળવાનું થયું હતું ત્યારે તેમણે ગુજરાત સરકારમાં મને સારો હોદ્દો મળે તો સુખડીની ભારોભાર તુલા કરવાની મારા માટે રાખેલી માનતા પુરી કરવા આજે માણિભદ્રવીર દાદાના દર્શન કરવા આવી છું. શ્રી વિજયસોમજી મહારાજ સાહેબના સાનિધ્યમાં દાદાની પૂજા-અર્ચના કરી ખુબ જ ધન્યતા અને હર્ષની લાગણી અનુભવું છું.
પાલનપુર : મગરવાડા માણિભદ્રવીરના દર્શને વિધાનસભાના અધ્યક્ષ ર્ડા. નીમાબેન આચાર્ય#Palanpur #Darshan #Magarwada #Manibhadraveer #speaker #Legislative #Assembly #NimabenAcharya #gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/PUuBSH7Xpl
— Hum Dekhenge News (@humdekhengenews) October 18, 2022
અધ્યક્ષએ કહ્યું કે, માણિભદ્રવીર દાદા સૌનું કલ્યાણ કરે અને સૌની રક્ષા કરે તે માટે આજે દાદાને પ્રાર્થના કરી છે. વિધાનસભાના અધ્યક્ષપદ સંભાળ્યાને એક વર્ષ પુરુ થયું છે ત્યારે કચ્છના વિકાસ માટે મને કામ કરવાનો અવસર પ્રાપ્તા થયો છે તે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આભાર વ્યક્ત કરું છું તેમ તેમણે જણાવ્યું હતું.