ઉત્તર ગુજરાતગુજરાત
બનાસકાંઠા : હવે અંબાજી મંદિરમાં આ સમયે દર્શન કરી શકશો
- અષાઢ સુદ- ૨ (બીજ) થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
પાલનપુર : બનાસકાંઠા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માં મા અંબા મા દર્શન અને આરતી ના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર કરવામાં આવતો હોય છે. જ્યાં દેશ – વિદેશમાંથી વર્ષે અંદાજે સવા કરોડ લોકો દર્શનાર્થે ભાવિકો આવતા હોય છે.
ત્યારે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેક્ટરે જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજી માતા મંદિર, અંબાજીમાં યાત્રાળુઓની સગવડતા ખાતર અષાઢ સુદ- ૨ ( બીજ) રથયાત્રા મંગળવારને તા.૨૦જૂન ૨૦૨૩થી આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ક્યારે દર્શન કરી શકશો
- આરતી સવારે- 7:30 થી 8:00
- દર્શન સવારે- 8:00થી 11:30
- મંદિર મંગળ- 11:30 થી 12:00
- રાજભોગ આરતી- 12:00 થી 12:30
- દર્શન બપોરે- 12:30થી 16:30
- મંદિર મંગળ- 16:30 થી 19 : 00
- આરતી સાંજે- 19:00થી 19:30
- દર્શન સાંજે- 19:30 થી 21:00
આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસા તાલુકાનું સૌથી મોટું ઝેરડાનું 70 એકરમાં ફેલાયેલું ગુલાબસાગર તળાવ ભરાયું