ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસામાંથી પસાર થતાં નેશનલ હાઈ – વેનું મેન્ટેનન્સ ન થતા નોટિસ

પાલનપુર: ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એલિવેટેડ ઓવરબ્રિજ બન્યા બાદ નીચેના રસ્તાનો કોઈપણ પ્રકારનું મેન્ટેનન્સ ન કરાતા તેમજ રોડ પર અકસ્માતોની સંખ્યા વધતા ડીસાના જાગૃત વકીલ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ કંપની તેમજ ડિસ્ટ્રિક્ટ લેવલની રોડ સેફટી કમિટીને નોટિસ પાઠવવામાં આવી છે.

ડીસાના વકીલ દ્વારા હાઇવે ઓથોરિટી, ટોલ કંપની અને રોડ સેફટી કમિટીને નોટિસ અપાઈ

ડીસા શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર વર્ષોથી ભારે ટ્રાફિક રહેતા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા રાજ્યનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રીજ બનાવવામાં આવ્યો છે. એલીવેટેડ ઓવરબ્રિજ બન્યા બાદ નીચેના રસ્તા પર તમામ પિલ્લર આગળ મોટા ખાડા પડેલા હોય રોડનું પેચ વર્ક અણધડ કરી નાખતા તેમજ હાલમાં પણ રોડ પર અનેક જગ્યાએ ખાડાઓ હોય અકસ્માતો થઈ રહયા છે. આ ઉપરાંત હાઇવે પર રખડતા ઢોરોની કારણે પણ સમસ્યાના કારણે પણ અનેક લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. આ રસ્તાની મેન્ટેન્ટ કરવાની જવાબદારી નેશનલ હાઇવે ઓથોરિટી, ટોલ કંપનીની હોય છે.

હાઇવે ઓથોરિટી-humdekhengenews

નોટિસ આપ્યા બાદ એક માસનો સમય થવા છતાં માત્ર ટ્રાફિક પોલીસે તેમનો જવાબ લીધો

તેમજ તેની દેખરેખ માટે ડિસ્ટ્રીક લેવલની રોડ સેફટી કમિટી બનાવવામાં આવી છે. જોકે વારંવાર અરજીઓ અને રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવે નું કોઈ પણ પ્રકારનું મેન્ટેનન્સ ન થતા ડીસાના જાગૃત વકીલ ધર્મેન્દ્ર ફોફાણી દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ટોલ કંપની તેમજ રોડ સેફ્ટી કમિટીને એક માસ અગાઉ નોટિસ આપી મેન્ટેનન્સ કાર્ય કરવા જણાવ્યું હતું.

આ અંગે એડવોકેટ ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું કે નોટિસ આપ્યાના એક માસ બાદ પણ માત્ર આ કમિટીના સભ્ય એવા ટ્રાફિક પોલીસ દ્વારા તેમનો જવાબ જ લેવામાં આવ્યો છે પણ મેન્ટેનન્સ તેમજ સમસ્યાના નિવારણ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી હાલમાં રોડ એટલા ખતરનાક બની ગયા છે કે લોકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે.

નેશનલ હાઇવે ને ડી નોટીફાઇડ કરવા માંગ

ડીસા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે પર એલીવેટેડ ઓવરબ્રિજ બની ગયો છે. એલીવેટેડ ઓવરબ્રિજમાં બ્રિજની ઉપર અને નીચેના ભાગે સમાંતર ટ્રાફિક વહન થતું હોય છે.જેથી હવે નીચેના રસ્તાને નેશનલ હાઇવે માંથી ડી નોટીફાઈડ કરી નગરપાલિકા અથવા માર્ગ અને મકાન વિભાગ ખાતાને સોંપી દે તો યોગ્ય રીતે તેનું મેન્ટેનન્સ થઈ શકે તેમ છે.

હાઇવે ઓથોરિટી ના અધિકારીઓ ટોલ કંપનીને ફાયદો કરાવી રહ્યા છે

નેશનલ હાઇવે ના મેન્ટેનન્સની જવાબદારી હાઇવે પર ટોલ ઉઘરાવતી કંપનીની હોય છે. જેનું નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા સર્વે કરી મેન્ટેનન્સ અંગે રિપોર્ટ કરવાનું હોય છે. પરંતુ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ ટોલ કંપનીને ફાયદો કરાવવા યોગ્ય સમયે તેનો રિપોર્ટ કરતા નથી.

કમિટી સામે કન્ટેમ્પટની કાર્યવાહી કરાશે: ધર્મેન્દ્ર ફોફાણી

નેશનલ હાઇવે પર રોડ અકસ્માત નિવારવા માટે ડીસ્ટ્રીક લેવલની રોડ સેફટી કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીએ હાઇવે ઓથોરિટી તેમજ ટોલ કંપની સાથે પરામર્શ કરી અકસ્માત ન થાય તે અંગેની કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ કમિટી દ્વારા જ નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી ન થતા જરૂર પડ્યે કમિટી સામે કન્ટેમ્પટની કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :બનાસકાંઠા : 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ડીસા ખાતે પગપાળા રેલી યોજાઇ

Back to top button