ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: ડીસા માર્કેટયાર્ડમાં બુધવારથી ઉમેદવારીપત્ર ભરાશે

Text To Speech

પાલનપુર: ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી માટે બુધવારથી ઉમેદવારી પત્ર ભરાશે. 16 ડિરેકટરોની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા માટે નું શરૂ થશે. જેને લઇને સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ચૂંટણીમાં ત્રીપંખીયો જંગ જામશે

ઉત્તર ગુજરાતના બીજા નંબરનું ટર્ન ઓવર ધરાવતા ડીસા માર્કેટયાર્ડની ચૂંટણી માટે બુધવારથી ઉમેદવારી પત્ર ભરાનાર છે. હાલ ડીસા માર્કેટયાર્ડ માં ચેરમેન તરીકે ધાનેરાના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસનું ગોત્ર ધરાવતા માવજીભાઈ દેસાઈ છે. અને તેઓ ગોવાભાઈ દેસાઈ ને હટાવી ને ચેરમેન બન્યા હતા. જોકે તે બાદમાં ભાજપ સાથે હાથ મિલાવતા ભાજપ ના સહયોગથી બેવાર ચેરમેન બન્યા હતા.

માર્કેટયાર્ડ-humdekhengenews

ત્યારે હવે યોજનાર ચૂંટણી માં ભાજપ સહીત અન્ય બે પેનલ બની શકે તેમ છે. ચૂંટણીમાં ચાલુ ધારાસભ્ય પ્રવીણ માળી ભાજપ ના ઉમેદવારો ને ફોર્મ ભરાવી શકે છે, તો ચાલુ ચેરમેન અને અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ એક પૂર્વ ધારાસભ્યના સહયોગથી પેનલ બનાવી શકે છે.

માર્કેટયાર્ડ-humdekhengenews

ચૂંટણીમાં ચાલુ ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો વચ્ચે જામશે જંગ

તો પૂર્વ ધારાસભ્ય અને માર્કેટયાર્ડ વર્ષો સુધી શાસન કરેલ ગોવા દેસાઈ ના પુત્ર અને કોંગ્રેસ ડેલિગેટ સંજય દેસાઈ પોતાની પેનલ બનાવી શકે છે. આમ માર્કેટયાર્ડમાં આ વખતે ચૂંટણીમાં ત્રીપંખીયો જંગ ખેલાઈ શકે છે. અને ઉમેદવારોનો રાફડો પણ ફાટી શકે છે. સાથે કોંગ્રેસ, ભાજપના નેતાઓ પણ આ વખતે ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે છે. ડીસા માર્કેટયાર્ડમાંથી માવજી દેસાઈ ને હટાવવા આ વખતે ભાજપ અને કોંગ્રેસ કામે લાગ્યું છે. તો માવજી દેસાઈ ધાનેરાની જેમ એકલા હાથે પણ સત્તા ટકાવી રાખવા મક્કમ છે. ત્યારે બુધવારે ઉમેદવારી પત્ર ભરાતા જ ચૂંટણીમાં કેટલી રાજકીય ખેંચતાણ છે તે સ્પષ્ટ થઈ જશે.

આ પણ વાંચો :બનાસકાંઠા: ડીસાના મહાદેવિયા ગામનો નિર્ણય, દારૂ પીનારને રૂ. 11000, ડીજે વગાડનારને રૂ. 51000 નો કરાશે દંડ

 

Back to top button