બનાસકાંઠા : પાલનપુર, ડીસા અને સરદાર કૃષિ નગરમાં પક્ષીઓની સારવાર માટે નવ કેમ્પ શરૂ કરાશે


પાલનપુર : મકરસંક્રાંતિ પર્વને લઈને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે પતંગ રસિયાઓ દોરી અને પતંગ લઈને અગાશીમાં વહેલી સવારથી જ પહોંચી જશે, પરંતુ સવાર અને સાંજનો સમય પક્ષીઓને ગગનમાં વિહાર કરવાનો હોય છે. આ સમયે પતંગ રસિયાઓ એ સંયમ રાખવાની જરૂર છે.
આ પણ વાંચો : ગુજરાત યુનિવર્સિટીએ તેની ફીમાં કર્યો તોતિંગ વધારો, જાણીને ચોંકી જશો
રખે ને નિર્દોષ પક્ષીઓ તીક્ષણ દોરીનો ભોગ બને. ત્યારે વેટરનરી ક્લિનિકલ કોમ્પલેક્ષ, પશુ ચિકિત્સા અને પશુપાલન વિદ્યાલય, કામધેનું યુનિવર્સિટી સરદાર કૃષિ નગર દ્વારા બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા અને સરદાર કૃષિ નગર ખાતે પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના સ્થાનિક એનજીઓના સહકારથી આ કેમ્પ શરૂ કરાશે. આ કેમ્પમાં પ્રાધ્યાપક અને પીજી વિધાર્થી તજજ્ઞો સેવા આપશે. આ માટે મકરસક્રાંતિ પર્વને લઈને નવ સ્થળો એ પક્ષીઓના બચાવ માટે સારવાર કેમ્પ શરૂ કરવામાં આવનાર છે.