બનાસકાંઠા: ઈકબાલગઢ સામૂહિક વિવાહમાં કિર માળી સમાજના નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં


પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના બાલુન્દ્રા તેમજ ઈકબાલગઢ નજીક આવેલા પૌરાણિક મંદિર વિશ્વેશ્વર મહાદેવ મંદિરનાં પ્રાંગણમાં કીર માળી સમાજ દ્વારા ધર્મશાળાનું ઉદ્ધાટન તેમજ સમુહલગ્ન મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગુજરાત, રાજસ્થાન મારવાડ ગોડવાડના કીર માળી સમાજના લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા.
ગુજરાત રાજ્યમાં કીર માળી સમાજ દ્વારા સમુહલગ્ન મહોત્સવ પહેલી વખત યોજાયું હતું. જેમાં નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. જ્યારે તેમને આશીર્વાદ આપવા ભાજપ તેમજ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં દાંતા વિધાનસભાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, સમાજ આગેવાન શામળભાઈ માળી, મહાદેવીયા ગોવિંદ ચૌહાણ તેમજ મોટી સંખ્યામાં યુવાઓ હાજર રહ્યા હતા.
સમગ્ર કીર માળી સમાજના અગ્રેણી નેતા કીકારામજી તેમજ મશરાજી સરોત્રા,બબાજી માવલ,ઓટારામજી માવલ,કીકાજી જુની રોહ,નરશાજી જુની રોહ,,ભેરાજી બાલુંદ્વા,સેધાજી ડેરી,ભગાજી બાલુદ્વા,રોમાજી કીડોતર,કીકાજી કીડોતર, ખીમાજીસરોતરા, બાલાજી સરોત્રા,તળશાજી માવલ,ચુનાજી માવલ,રાવતાજી માવલ,પુકરાજજી માનપુર,ચુનીલાલજી સ્વરુપગંજ,હરજીજી માવલ,છગનજી માવલ,સવજી માવલ,તેમજ સામાજિક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાસમસ્ત હરીવંશી કીર માળી સમાજના અધ્યક્ષ કીકારામજી દ્વારા સમાજના યુવા પેઢી તેમજ સમગ્ર સમાજ માટે નશામુકતી, શિક્ષણ ક્ષેત્રે તેમજ સમાજમાં ચાલતા કુરીવાજો નાબૂદ કરવા આહવાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :ગુજરાતમાં ચોમાસાનું આગમન થતા જ આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી