બનાસકાંઠા : નવી પહેલ, ભાજપના બે ધારાસભ્યોએ શુભેચ્છકોને બુકે નહિ નોટબુક લાવવા કહ્યું
પાલનપુર: બનાસકાંઠા જિલ્લામાં ભાજપના ચાર ધારાસભ્ય ચૂંટાયા છે. જેમાં નવનિર્વાચિત ધારાસભ્ય એવા ડીસા અને પાલનપુરના ધારાસભ્ય એક નવી પહેલ કરી છે. જેમાં ચૂંટાયા બાદ આ ધારાસભ્યોને શુભેચ્છક મિત્રો મોટી સંખ્યામાં મળવા આવી રહ્યા છે. ત્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ સોશિયલ મીડિયા થકી શુભેચ્છકોને વિનંતી કરી છે. કે “મારી મુલાકાત માટે આવો ત્યારે ફૂલહાર કે બુકે લઈને આવશો નહીં. તેના બદલે નોટબુક લઈને આવશો તો મને ગમશે. આ નોટબુકો ગરીબોના બાળકોને અભ્યાસ માટે આપવામાં આવશે.
ડીસાના નવનિર્વાચીત ધારાસભ્ય પ્રવીણ માળી અને પાલનપુરના ધારાસભ્યએ શુભેચ્છકોને અપીલ કરી
એવી જ રીતે પાલનપુરના ધારાસભ્ય અને અનિકેત ઠાકરે પણ ફૂલહાર, બુકે, સાલ, નાળિયેર કે અન્ય કોઈ કિંમતી ચીજવસ્તુ લઈને આવવાના બદલે નોટબુક, પેન્સિલ કે વિદ્યાર્થીને ઉપયોગી થાય તેવી ચીજવસ્તુ આપશો. જે જરૂરીયાતમંદ ભૂલકાઓને ઉપયોગી બની શકે. આ બંને ધારાસભ્યોએ કરેલી નવી પહેલને લોકો દિલથી બિરદાવી રહ્યા છે.
આ પણ વાંચો :હવે સરકારી કર્મીઓ 15 વર્ષ જૂના વાહનો નહીં ચલાવી શકશે, જાણો કેમ