ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ડીસા તાલુકા પંચાયતની નવી બિલ્ડીંગ રૂ. 2.60 કરોડના ખર્ચે બનશે

Text To Speech
  • ડીસા ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું

પાલનપુર , 24 ડિસેમ્બર 2023 :  ડીસા તાલુકા પંચાયતના નવા બિલ્ડીંગનું શુભમુહૂર્તમાં ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. રૂ. 2. 60 કરોડના ખર્ચે તૈયાર થનાર નવી તાલુકા પંચાયત કચેરીનું ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

ત્યારે પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, દરેક ગ્રામ પંચાયત ઉપર સોલર લગાવવાની મંજૂરી રહી ગઈ છે, અને સોલર લગાવવાથી પંચાયત અને લાઈટ બિલનો ખર્ચ ઓછો થશે. વધુમાં જણાવ્યું હતું કે, ડીસા તાલુકાના અમુક ગામડાઓમાં પંચાયત તરફથી અને ધારાસભ્યની ગ્રાન્ટ માંથી 5200 ફૂટનો શેડ બનાવવાની પણ વાતચીત ચાલી રહી છે.

જ્યારે તાલુકા પંચાયત કચેરીમાં પણ સરપંચઓ માટેની એક બેઠક વ્યવસ્થા કરવા માટે પ્લાન બનાવવા એન્જિનિયર ને સૂચના આપી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર ડીસા તાલુકા ગ્રામ પંચાયતના સરપંચઓ હાજર રહ્યા હતા અને નવી તાલુકા પંચાયત કચેરી અતિ આધુનિક રીતે બનાવવા માટે પણ ધારાસભ્યએ જણાવ્યું હતું

આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત પૂર્વ ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા તેમજ એપીએમસી ચેરમેન ગોવાભાઇ દેસાઈ અને રાજ્યસભાના પુર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડીયા, ડીસા ગ્રામીણ વિસ્તારના ગ્રામ પંચાયતના સરપંચો તલાટી કમ મંત્રીઓ જિલ્લા ડેલિકેટો તાલુકા પંચાયતના સદસ્યો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : પાલનપુરઃ બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને કેરિયર એકેડમી હૉલનું ઉદ્દઘાટન

Back to top button