બનાસકાંઠા: નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ડીસા કોલેજમાં યોજાયો જિલ્લાકક્ષાનો યુવા મહોત્સવ
પાલનપુર: ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ વિભાગ અંતર્ગત કાર્યરત નહેરુ યુવા કેન્દ્ર પાલનપુર દ્વારા શનિવારે ડીસા ડી. એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે યુવા ઉત્સવ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ફોટોગ્રાફી સ્પર્ધા, કાવ્ય લેખન સ્પર્ધા તેમજ સાંસ્કૃતિક નૃત્ય સ્પર્ધા જેવી પાંચ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં જિલ્લાના 15 થી 29 વર્ષના યુવા ભાઈ-બહેનોએ ભાગ લીધી હતો.
વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
આ કાર્યક્રમનું ઉદ્ઘાટન રાજ્ય સભાના સાંસદ દિનેશચંદ્ર અનાવડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઇ માળી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અન્ય મહેમાનો કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, છગનભાઇ પટેલ અને પ્રો. રાજુભાઇ રબારી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન પ્રો. રાજુભાઇ રબારીએ કર્યું હતું. જ્યારે સંસદ અને ધારાસભ્ય દ્વારા યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.વિવિધ તજજ્ઞોએ અલગ-અલગ હરીફાઈ માટે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. તમામ હરિફાઈઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલ વિજેતાઓને રોકડ પુરષ્કાર, ટ્રોફી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. જેઓ રાજ્યકક્ષાએ યોજાનાર યુવા મહોત્સવમાં ભાગ લેશે.
આ પણ વાંચો : તિબ્બતની આઝાદી માટે લડતા દલાઇ લામા બોલ્યા- “અમે ચીનનો હિસ્સો બનીને રહેવા તૈયાર”