ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારી, ખુલ્લી ગટરમાં ગાય પડી

Text To Speech
  • જીવદયાપ્રેમીઓ જેસીબી મશીનની મદદથી ગાયને બહાર નીકાળી જીવ બચાવ્યો

પાલનપુર12 ડિસેમ્બર 2023 : ડીસામાં ફરી એકવાર નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે ગાયત્રી મંદીર પાસે મોડી રાત્રે ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હોવાની ઘટના સામે આવી છે.ઘટનાને પગલે જીવદયાપ્રેમીઓ દ્વારા પ્રાઈવેટ જીસીબી મશીનની મદદથી ગાયને બહાર નીકાળી જીવ બચાવ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશોની બેદરકારી અબોલ પશુઓનો જીવ જોખમમાં મૂકાય છે.નેશનલ હાઇવે પર પડેલા ઠેરઠેર ખાડાઓ અને ઠેરઠેર ખુલ્લી ગટરોને લઈને અનેકવાર અકસ્માતની ઘટનાઓ પણ બને છે.ત્યારે ડીસામાં ફરી એકવાર ગાયત્રી મંદિર પાસે ખુલ્લી ગટરમાં ગાય પડી ગઈ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને જીવદયા પ્રેમીઓ તાત્કાલિક દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી.

પરંતુ ગાય બહાર ન નીકળી શકતા જીવદયાપ્રેમીઓ દ્વારા પ્રાઈવેટ જેસીબી મશીન લાવી એક કલાકની ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢવામાં આવી હતી. ગટરમાં પડતા ગાયને લોખંડની ખીલાસળી વાગતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જ્યારે જલિયાણ ગૌશાળાની એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગાયને સારવાર આપી છોડી મૂકી હતી. ઘટનાને લઈને જીવદયાપ્રેમીઓ દ્વારા ચુંટાયેલા નેતાઓ અને નેશનલ હાઇવે ઓથોરિટીના સત્તાધિશોનો મદદ માટે સંપર્ક કર્યો હતો પરંતુ કોઈજ મદદ ન મળતા ભારે રોષે ભરાયા હતા. ઉલ્લેખનિય છે કે ગાયત્રી મંદિર વિસ્તારમાં સતત લોકોની ભીડ રહે છે અને રોજના હજારો લોકોની અવરજવર રહે છે ત્યારે આ ખુલ્લી ગટરથી ભવિષ્યમાં કોઈ મોટી દુઘટર્ના સર્જાય તે પહેલા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક અસરથી ગટર પર ઢાંકણું ઢાંકવામાં આવે તેવી જીવદયાપ્રેમીઓ દ્વારા માંગ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠા : ડીસાથી અયોધ્યા જવા બે યુવાનોનું પદયાત્રા થકી પ્રસ્થાન

Back to top button